ઔડી શરૂ કરશે મોબાઈલ શોરૂમ

જર્મન લક્ઝરી ઓટો-કંપની ઔડીએ ભારતમાં ફુલ્લી ફંક્શનલ મોબાઈલ શોરૂમ ઔડી મોબાઈલ ટર્મિનલ લોન્ચ કર્યા છે. એક જાયન્ટ ટ્રકમાં એક લક્ઝરી કાર તથા અન્ય એક્સેસરીઝ સાથે તૈયાર કરેલો કાચનો શોરૂમ દેશનાં ટાયર-ટૂ અને ટાયર-થ્રી શહેરોમા મુસાફરી કરશે. મતલબ કે અા પૈડાં પરના શોરૂમની મદદથી ઔડી કાર જાતે જ ગ્રાહકો સુધી પહોંચશે. અહીં ગ્રાહકો કારની ટેસ્ટ-ડ્રાઈવ પણ લઈ શકશે. અાવતા ૧૨ મહિનામાં અા મોબાઈલ શોરૂમ દેશનાં ૨૦ શહેરોમાં મુસાફરી કરશે. કંપનીનો ટાર્ગેટ નવા ૨૦૦૦ ગ્રાહકો બનાવવાનું છે. 

You might also like