ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર વોટ્સને ટેસ્ટમાંથી લીધો સંન્યાસ

મેલબોર્ન : ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર શેન વોટ્સને રવિવારે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતીની જાહેરાત કરી હતી. વોટ્સને આ નિર્ણય વધું એક ગંભીર ઇજા થયા બાદ લીધો હતો. સીરીઝની બીજી વનડે મેચમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાએ લોર્ડસનાં મેદાનમાં 64 રનથી જીત મેળવી હતી અને આ દરમિયાન વોટ્સનને ઇજા થઇ હતી. 

એશિઝમાં વોટ્સનનું પ્રદર્શન ખરાબ રહ્યું અને તેનાં કારણે તેને રવિવારે કહ્યું કે તે ટેસ્ટ ટીમમાં બીજી વખત સ્થાન મેળવવા માટે પ્રયાસ નહી કરે. વોટ્સને કહ્યું કે છેલ્લા થોડા સમયથી મે ઘણી વખત વિચાર્યું કે યોગ્ય નિર્ણય શઉં હશે. મને ખબર છે કે મારાથી જેટલું શક્ય હતું તેટલું મે કર્યું છે. વોટ્સનનું કહેવું છે કે હવે લાગે છે કે ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લેવાનો સમય પાકી ગયો છે. 

વોટ્સને કહ્યુ્ં કે મને ખ્યાલ છે કે આગળ વધવાનો આ જ યોગ્ય સમય છે. પરંતુ મારામાં હવે ટેસ્ટક્રિકેટ માટે રિયલ ફાઇટ નથી રહી. મને ખ્યાલ છે કે નિવૃતિ માટેનો આ જ યોગ્ય સમય છે. વોટ્સનનાં ટેસ્ટ કેરિયરની શરૂઆત 2005માં થઇ હતી. તેમણે પોતાનાં ટેસ્ટ કેરિયરમાં 59 મેર રમી છે. જેમાં 35.19ની સરેરાશથી 3719 રન બનાવ્યા છે. 33.68ની સરેરાશથી 75 વિકેટો પણ ઝડપી છે. 

You might also like