ઓસી. વર્લ્ડકપ પછી પહેલી વન-ડે આયર્લેન્ડ સામે રમશે

બેલફાસ્ટ: ક્રિકેટ વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા ગુરુવારે આયર્લેન્ડ સામે એક દિવસીય મેચ રમશે. ત્યારબાદ ટીમ ઈંગ્લેન્ડ સાથે પાંચ વન-ડે મેચની સીરિજ પણ રમશે. આ ટીમમાં કપ્તાન અને ત્રણ ખેલાડી નવા હશે. વિશ્વકપ ૨૦૧૫ પછી ઓસ્ટ્રેલિયાની આ પહેલી વન-ડે મેચ હશે. આ વર્ષે વિશ્પકપ જીતનાર ઓસ્ટ્રેલિયન ટીમની આગેવાની માઈકલ ક્લાર્ક પછી હવે સ્ટિવ સ્મિથના હાથમાં આવી છે. જ્યારે બ્રોડ હેડિનની જગ્યા મેથ્યૂ વેડ વિકેટકીપિંગ કરશે. ટોચના ક્રમમાં પગમાં ફ્રેક્ચરની સમસ્યા સામે ઝઝૂમી રહેલ આરોન ફિન્ચની જગ્યા જો બર્ન્સ અને બહાર કરાયેલ જેમ્સ ફોકનરની જગ્યા ઓલ રાઉન્ડર માર્કસ સ્ટોઈનિસ લેશે. ટીમમાં એકમાત્ર વિશેષ સ્પીનરની ભૂમિકા એસ્ટોન અગર નિભાવશે જે ૨૦૧૩ એશિજ દરમિયાન ટીમમાં પરત ફર્યો છે. ટેસ્ટ ટીમથી બહાર આવી રહેલ શેન વોટ્સન વન-ડે ટીમનો મહતત્વનો ખેલાડી છે. પરંતુ ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ પર તમામની નજર રહેશે.ત્રણ વર્ષ પહેલાં બેલફાસ્ટમાં આયર્લેન્ડ સામે ઓસ્ટ્રેલિયાની મેચ ૧૦.૪ ઓવર પછી વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. આ મેચ ભલે ઈંગ્લેન્ડ સામે પાંચ મેચોની વન-ડે શ્રેણીની પ્રેક્ટિસ મેચ હશે પરંતુ ઓસ્ટ્રેલિયાએ ઉલટફેર કરવામાં જાણીતી આયર્લેન્ડ સામે સતર્ક રહેવું પડશે. વર્લ્ડકપમાં સારુ પ્રદર્શન કરતા આયર્લેન્ડ વેસ્ટઈન્ડિજ અને ઝિમ્બાબ્વેને હરાવ્યું હતું. કપ્તાન વિલિયમ પોર્ટરફીલ્ડ સહિત આયર્લેન્ડના છ ખેલાડી નિયમિત કાઉન્ટી ક્રિકેટ રમે છે અને આ ૧૩ ખેલાડી વિશ્વકપમાં પણ ટીમમાં જોડાયેલા હતા. તમામ ખેલાડી નવા કોચ જોન બ્રેસવેલના માર્ગદર્શનમાં રમશે.
 
You might also like