ઓલરાઉન્ડર બનવા રોહિત બોલિંગ પ્રેક્ટિસ કરી રહ્યો છે

નવી દિલ્હીઃ આક્રમક બેટ્સમેન રોહિત શર્મા હાલના દિવસોમાં ફાસ્ટ બોલિંગની પ્રેક્ટિસ કરી રહ્યો છે અને તેનું માનવું છે કે આવનારા દિવસોમાં આ વાત ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે ભારતીય ટીમ ઓલરાઉન્ડરની કમી પૂરી કરવા ઝઝૂમી રહી છે. રોહિતે કહ્યું, ”મેં નેટમાં ફાસ્ટ બોલિંગની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. આ કોઈ જૂની વસ્તુ નથી, કારણ કે મેં તાજેતરમાં શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટ શ્રેણી દરમિયાન જ  નેટમાં ફાસ્ટ બોલિંગની પ્રેક્ટિસ કરી હતી. મેં હજુ ફાસ્ટ બોલિંગ કરવાનું શરૂ જ કર્યું છે. મારે ટીમ ઇન્ડિયાના બોલિંગ ભરત અરુણ સાથે વાત કરવાની જરૂર છે કે હું ભવિષ્યમાં બોલિંગમાં કેવોક સુધારો કરી શકું એમ છું.” રોહિતે જણાવ્યું કે, ”જો હું પ્રતિ દિન ૧૦થી ૧૨ ઓવર ફેંકી શક્યો અને ટીમમાં પરિસ્થિતિ અનુસાર ત્રીજા કે ચોથા ફાસ્ટ બોલરની ભૂમિકા નિભાવી શક્યો તો મારો કેપ્ટન રાહત અનુભવશે. એ ફક્ત એટલી જ વાત છે કે તમે સતત પ્રગતિ કરો અને તમારા ભાથામાં નવાં તીર ઉમેરતા જાવ.”
You might also like