ઓરિસ્સાની શાળાએ જીવતા વાજપેયીને આપી શ્રદ્ધાંજલી

બાલાસોર : ઓરિસ્સામાં એક પ્રાથમિક શાળામાં શુક્રવારે એક ચોકાવનારી ઘટના બની હતી. અહીની શાળામાં પુર્વવડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનાં નિધનની અફવા ફેલાઇ ગઇ હતી. એટલું જ નહી નિયમનાં અનુસાર શોકસભા બાદ શાળાનાં બાળકોને છોડી મુકવામાં આવ્યા હતા. શાળાનાં આચાર્ય કમલકાંત દાસને પણ સાથી શિક્ષકો પાસેથી વાજપેયીનાં નિધન અંગે ખોટી જાણકારી મળી હતી. ત્યાર બાદ શાળા દ્વારા વાજપેયીનાં માનમાં શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ શાળાનાં બાળકોને છોડી મુકવામાં આવ્યા હતા. 

સ્થાનીક લોકોને જ્યારે આ અંગેની જાણ થઇ તો તેમણે ડીએમ સનામત મલિકને આ અંગે ફરિયાદ કરી હતી. મલિકે એક સમાચાર પત્રને જણાવ્યું કે તેનાં માટે હેડમાસ્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવશે અને જો જરૂર પડશે તો તેમની વિરુદ્ધ કેસ પણ દાખલ કરામાં આવશે. પૂર્વ વડાપ્રધાન વાજપેયી ઘણા લાંબા સમયથી બીમાર છે અને ઘણા લાંબા સમયથી પણ તેઓ કોઇ પણ જાહેર કાર્યક્રમોમાં ભાગ લેવા માટે પણ નથી જઇ રહ્યા. 

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ શિક્ષણમંત્રી નીરા યાદવે પુર્વ રાષ્ટ્રપતિ ડૉ.અબ્દુલ કલામને શ્રદ્ધાંજલી આપી દીધી હતી. જો કે તેઓ પોતે જીવતા હતા. જો કે યોગાનુયોગે તેમની શ્રદ્ધાંજલી આપ્યાનાં થોડા દિવસોમાં જ તેઓનો દેહાંત થઇ ગયો હતો. 

You might also like