ઓપરેશન બ્લૂસ્ટારનાં વિરોધીઓની સેલરી ડબલ થઇ

ચંડીગઢ : પંજાબ સરકારે સુવર્ણ મંદિર પર સૈન્ય કાર્યવાહી બાદ સેના છોડી ચુકેલા શિખ જવાનો અને તેનાં આશ્રિતોને ચુકવાતા માસિક ભથ્થાને બમણા કરવાનો નિર્ણય કર્યો છે. જેનાં હેઠળ અત્યાર સુધી 3000 રૂપિયા ચુકવાતુ ભથ્થું હવે 6000 રૂપિયા થઇ જશે. રાજ્ય કેબિનેટે ગુરૂવારે ઓપરેશન બ્લૂ સ્ટાર પ્રભાવિત જવાનોનાં બાળકોની શાળા અને મેડિકલ કોલેજમાં મફત અભ્યાસનો પણ નિર્ણય લીધો હતો. 

શહીદ જવાનોની પત્નીઓ અને તેનાં આશ્રિતોને જેનાં હેઠળ મળનારા ભથ્થા 5 હજારથી 10 હજાર રૂપિયા ઓછા કરી દેવામાં આવ્યા છે. જવાનોનાં બાળકો અને પૌત્ર-પૌત્રીઓને 12માં સુધી દર વર્ષે 10 હજાર રૂપિયાનુ અનુદાન અને એમબીબીએસ/બીડીએસનાં અભ્યાસ કરનારા તેનાં બાળકોને દર વર્ષે 20 હજાર રૂપિયાનું અનુદાન આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે જુન 1984માં સુવર્ણ મંદીરને આતંકવાદીઓથી મુક્ત કરાવવા માટે સેનાએ ઓપરેશન બ્લુ સ્ટાર અભિયાચન ચલાવ્યું હતું. આ અભિયાનનો શિખ સમુહો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. 

You might also like