ઓનલાઈન ખરીદી કરનારાઓનાં ખિસ્સાં વધુ ખાલી થશે

મુંબઇઃ ઇ-કોમર્સ કંપનીઓ પાસેથી વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરનારા ગ્રાહકોનાં ખિસ્સાં થોડાં વધુ ખાલી થઇ શકે છે એટલે કે કર્ણાટક સરકારે ઇ-કોમર્સ કંપનીઓ પાસેથી એક ટકા ટેક્સ વસૂલવાની દરખાસ્ત મૂકી છે, જેથી ગ્રાહકોએ થોડાં વધુ નાણાં ચૂકવવાં પડશે. જાણકારોના જણાવ્યા પ્રમાણે આ પ્રકારનો ટેક્સ અમલી બનશે તો ઇ-કોમર્સ કંપનીઓએ એક ટકા વેરો કાપીને વેન્ડર્સને પ્રોડક્ટનાં નાણાં ચૂકવવાનાં રહેશે. તેના કારણે પ્રોડક્ટ વધુ મોંઘી બનશે. દેશમાં ઇ-કોમર્સ કારોબારનો વ્યાપ રોકેટગતિએ વધી રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર આ આવક ગુમાવવા માગતી નથી. ઉલ્લેખનીય છે કે દેશમાં ઇ-કોમર્સ કંપનીઓનાં મુખ્ય સેન્ટર કર્ણાટક રાજ્યમાં છે. ગ્રાહકને પ્રોડક્ટ્સ પહોંચાડતાં પહેલાં કંપનીઓ આ સેન્ટરમાં ગુડ્સ રાખે છે ત્યારે સરકારની એક ટકા ટેક્સ પ્રસ્તાવની દરખાસ્તથી કંપનીના કારોબાર ઉપર પણ અસર થવાની ભીતિ સેવાઇ રહી છે.
You might also like