ઓનલાઈનઃ સેકન્ડે રૂ. ૨૬ લાખનો કારોબારઃ એસોચેમ

નવી દિલ્હીઃ વૈશ્વિક ઇ-કોમર્સ કંપનીઓનો કારોબાર ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. ઇ-કોમર્સ કંપની દરેક સેકન્ડે ૨૬ લાખ રૂપિયાનો કારોબાર કરી રહી છે, જેમાંનો મોટા ભાગનો હિસ્સો સોશિયલ મીડિયા દ્વારા થયેલા કારોબારનો છે. એસોચેમ અને ડેલોયટના એક સંયુક્ત રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે જેમાં ફેસબુકનો હિસ્સો અડધી મિનિટમાં એક અંદાજ મુજબ ૩ લાખ ૫૭ હજાર રૂપિયા, ટ્વિટરનો હિસ્સો રૂ. ૨ લાખ ૮૧ હજાર છે. રિપોર્ટમાં વધુમાં જણાવ્યું છે કે સોશિયલ મીડિયાએ જુદા જુદા લોકો તથા વર્ગો સુધી તેની પહોંચ બનાવી છે તથા તે ઓનલાઇન વેચાણનું પ્લેટફોર્મ બન્યું છે.સોશિયલ મીડિયાના પેજ ઉપર બજારનાં નવાં ઉત્પાદનો સંબંધે સૂચનાઓ, પ્રોડક્ટ રિવ્યૂ, પ્રોડક્ટ રેટિંગ તથા આઇટી ઉત્પાદનો વેચાણ અર્થે મૂકવામાં આવે છે. રિપોર્ટમાં વધુમાં જણાવ્યું છે કે સોશિયલ મીડિયા થકી ઇ-રિટેલ કંપનીઓને બ્રાન્ડ સંબંધી જાગ્રતતા લાવવામાં મદદ મળે છે. એસોચેમના જણાવ્યા અનુસાર સોશિયલ મીડિયા સાઇટ થકી ગ્રાહકોને આકર્ષવામાં મદદ મળે છે. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે આ પ્રકારની ખરીદીમાં ચોરી અને છેતરપિંડીની શક્યતા ઓછી રહે છે.
You might also like