ઓનલાઇન ઇન્ટરવ્યું સ્માર્ટ પ્રેઝન્ટેશન

ઓનલાઇન ઇન્ટરવ્યું પણ ફેસ ટુ ફેસ ઇન્ટરવ્યું જેટલું જ મહત્વનું છે ત્યારે ચાલો જાણીએ આ રીતના ઓનલાઇન ઇન્ટરવ્યુંમાં કઇ કઇ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ.લાઇટની યોગ્ય વ્યવસ્થા જાળવવીલાઇફ ઇન્ટરવ્યું માટે તમે ક્યાંય પણ હોવ, પછી ભલને તમે કોઇ કોફિ શોપના કોર્નરમાં બેઠા હોવ કે લાઇબ્રેરી કે કોઇ એપાર્ટમેન્ટમાં ત્યાં લાઇટ વ્યવસ્થિત હોવી જોઇએ.  લાઇટ સીધી તમારી પર ન પડવી જોઇએ. જો તમે કોઇ બલ્બ કે લેમ્પની નીચે બેઠેલા હોવ તો તમારી આંખોની આજુબાજુ છાયો દેખાશે. જેનાથી તમે થાકેલા દેખાશો. જેનાથી કંપની પર તમારા માટે ખોટી ઇમ્પ્રેશન પડશે. તેથી ચારે બાજુથી લાઇટ આવતી હોય તેવી જગ્યા પસંદ કરવી.સ્માર્ટ ફોન દૂર રાખોઇન્ટરવ્યું દરમિયાન સ્માર્ટ ફોન હાથમાં ન રાખવો જોઇએ અને જો હાથમાં હોય તો પણ ઇમેલ ચેક કરવાનો પ્રયાન ન કરશો. આમ કરવાથી ઇન્ટરવ્યુંઅર પર તમારી ઇમ્પ્રેશન સારી નહીં પડે.આઇકોન્ટેક્ટ જાળવવો જરૂરીઓનલાઇન ઇન્ટરવ્યુંમાં આઇકોન્ટેક જાળવી રાખવો ખૂબ જ જરૂરી છે. તમારી આંખો કેમેરા પર મંડાયેલી હોવી જોઇએ. તમે આમ તેમ કે ઉપર નીચે જોતા હશો તો ઇન્ટરવ્યુંઅરને એવું લાગશે કે તમે ઇન્ટરવ્યું માટે એટલા કોન્ફ્યુડન્ટ નથી.ડ્રેસિંગનું ધ્યાન રાખોલાઇવ ઇન્ટરવ્યું દરમિયાન ડ્રેસિંગનું પણ ખૂબ જ ધ્યાન રાખવું જોઇએ, ડાર્ક કલરના કપડાં પહેરો પરંતુ પૈટર્ન બોલ્ડ ન હોવી જોઇએ, તમારો ડ્રેસ ભલે સિંપલ હોય પણ ક્લાસિ દેખાવ આવતો હોવો જોઇએ જેનાથી તમે કોન્ફિડન્ટ દેખાશોમેકઅપ ચોક્કસ કરોઇન્ટરવ્યું પહેલાં મેકઅપ ચોક્કસ કરો જેનાથી તમે ફ્રેશ દેખાશો, હેરસ્ટાઇલ પર વધારે ધ્યાન રાખવાની નજરૂર નથી. ત્યાં છોકરીઓએ વધારે પડતો ડાર્કમેકઅપ ન કરવો જોઇએ. આ સાથે જ ઇન્ટરવ્યું દરમિયાન સારા હેન્ડસેટનો ઉપયોગ કરો. સાથે જ લેપટોપનું માઇક પણ ચેક કરી લેવું જોઇએ.

You might also like