એ.આર રહેમાન થઇ ગયો છે નાપાક ફતવો જાહેર કરાયો

મુંબઇ : પ્રખ્યાત મ્યુઝીક કંપોઝર એ.આર રહેમાન ઇરાની ફિલ્મ મેકર માજિદ મજીદીની ફિલ્મમાં મ્યૂઝિક આપીને ફસાઇ ગયો છે. તેનાં અને મઝીદીની વિરુદ્ધ મુંબઇનાં એક સુન્ની ગ્રુપે ફતવો બહાર પાડ્યો છે. તેમણે રહેમાનને આ ફિલ્મમાં મ્યુઝીક આપ્યું તે બદલ નાપાક ગણાવ્યો હતો. વાત જાણે એમ છે કે રજા એકેડેમી નામનાં આ ગ્રુપનાં ફતવામાં માજિદ મજિદીની ફિલ્મ ‘મોહમ્મદ એ મેસેન્જર ઓફ ગોડ’ નામની ફિલ્મ બનાવી છે.

આ ફિલ્મમાં રહેમાને મ્યુઝીક આપ્યુંછે. પરંતુ આ ગ્રુપનો દાવો છે કે આ ફિલ્મનાં કારણે મુસ્લિમોની ધાર્મિક ભાવનાઓને નુકસાન થયું છે. તેમનું કહેવું છે કે મોહમ્મદ સાહેબની તસ્વીર બનાવી શકાય નહી કે તેને રાખી પણ શકાય નહી. આ ફિલ્મ ઇસ્લામની મજાક ઉડાવી રહી છે. 

આ ગ્રુપનો તો દાવો છે કે ફિલ્મમાં પ્રોફેશ્નલ એક્ટર્સ કામ કરી રહ્યા છે જેમાં અમુક બિન ઇસ્લામી અભિનેતાઓ પણ છે. આ ફિલ્મમાં કામ કરનારા ખાસ કરીને માજિદી અને રહેમાન બંન્ને નાપાક થઇ ગયા છે અને તેમને ફરીથી કલમાં પઢવા જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે માત્ર આ ગ્રુપ જ નહી પરંતુ અન્ય આરબ દેશોમાં પણ આ ફિલ્મનાં મુદ્દે ભારે વિવાદ પેદા થઇ ગયો છે. સુ્ન્નિઓની સૌથી મોટા સંગઠન અલ અઝહર પણ આ ફિલ્મથી ભારે પરેશાન છે. તેને ઇરાનની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ લેખવવામાં આવી રહી છે. 

You might also like