એશિયન ચેમ્પિયનશીપમાં બિન્દ્રાએ સાધ્યું ગોલ્ડ પર નિશાન

નવી દિલ્હી : બીજિંગ ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી ચુકેલા ભારતનાં અભિનવ બિન્દ્રાએ રવિવારે એશિયન એર ચેમ્પિયનશીપમાં 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

બિન્દ્રાએ ડોક્ટર કર્ણી સિંહ શૂટિંગ રેન્જમાં 208.8 પોઇન્ટની સાથે ગોલ્ડ મેડલ પર પોતાનો કબ્જો કર્યો હતો. જ્યારે ગગન નારંગ અને ચેન સિંહ ચોછા અને છઠ્ઠા સ્થાન પર રહ્યા હતા. ભારતનાં આ ત્રણ નિશાનેબાજોએ આગામી વર્ષે યોજાનાર રિયો ઓલમ્પિકનું નિશાન સફળતા પુર્વક સાધી લીધું છે.

ભારતની અપુર્વી ચંદેલા સોમવારે મહિલાઓની 10 મીટર એર રાયલફ સ્પર્ધામાં ભાગ લેશે. રાષ્ટ્રમંડળ રમતોમાં ગોલ્ડ જીતનારી અપુર્વી પણ રિયો માટે કન્ફર્મ માનવામાં આવે છે.

You might also like