એશિઝ : સ્ટુઅર્ટ બ્રોડની તોફાની બોલિંગ: ઓસ્ટ્રેલિયા 60 રનમાં ખખડ્યું

નોટિંગમ : ઇંગ્લેન્ડનાં ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડનાં આગ ઓકતા બોલ આગળ ઓસ્ટ્રેલિયા જાણે પાંગળુ સાબિત થયું હતું.  ચોથી એશિઝ ટેસ્ટનાં પહેલા દિવસે લંચ પહેલા પોતાનાં પહેલા દાવમાં લગભગ 60 રનો પર જ ઓલ આઉટ થઇ ગઇ હતી. સ્ટુઅર્ટ બ્રોડ આક્રમક પ્રદર્શન કરતા 8.9 ઓવરમાં માત્ર 15 રન આપીને 8 વિકેટ ઝડપીને તરખાટ મચાવી દીધો હતો. આ ટેસ્ટ ક્રિકેટમાં તેનો બેસ્ટ બોલિંગ ફિગર છે. 

બ્રોડે મેચની પહેલી ઓવરથી જ પોતાનું આક્રમક વલણ દેખાડવાનું ચાલુ કરી દીધું હતું. તેણે કોઇ પણ બેટ્સમેનને પીચ પર જામવા જ દીધો નહોતો અને એક પછી એક બેટ્સમેનને ઘરભેગા કર્યા હતા. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 21 રન પર 5 વિકેટ છે. તેમણે પહેલી ઓવરમાં જ રોજર્સ અને સ્ટીવન સ્મિથની વિકેટ ઝડપી હતી. આ વર્ષ 2003 બાદ બીજી ઘટનાં છે જ્યારે કોઇ ટીમે ટેસ્ચની પહેલી ઓવરમાં જ 2 કે તેથી વધારે વિકેટ ગુમાવી હોય.

આ 75 વર્ષમાં પહેલીવાર છે કે ઓસ્ટ્રેલિયા એશિઝ સિરિઝમાં 21 રનની અંદર 5 વિકેટ ગુમાવી દીધી હોય. જ્યારે વર્ષ 2003 બાદ પહેલી ઘઠનાં છે જ્યારે ઓસ્ટ્રેલિયાએ માત્ર 25 બોલમાં 5 વિકેટ ગુમાવી હોય .

ઓસ્ટ્રેલિયાનાં દાવમાં સૌથી મોટુ યોગદાન 14 રનનું રહ્યું હતુ. તે ઉપરાંત માત્ર બે બેટ્સમેન જ દ્વિઅંક સુધી સ્કોર પહોંચાડી શક્યા હતા. મિશેલ જ્હોન્સને સૌથી વધારે 13 રન જ્યારે કેપ્ટન ક્લાર્કે 10 રનનું યોગદાન આફ્યું હતું. અત્રે નોંધનીય છે કે 5 ટેસ્ટની સીરીઝમાં ઇંગ્લેન્ડ પહેલેથી જ 2-1થી આગળ છે. 

You might also like