એલજેપી માટે સંખ્યા મહત્ત્વની નથી, અસંતોષ જરૂર છેઃ ચિરાગ પાસવાન

નવી ‌દિલ્હીઃ બિહારની ચૂ્ંટણી પૂર્વે એનડીએમાં બેઠક વહેંચણીની જાહેરાત તો કરી દેવામાં આવી છે અને મંચ પરથી એવું કહેવામાં આવ્યું હતું કે અમારી વચ્ચે કોઇ જ મતભેદો નથી અને અમે બધા સંગઠિત છીએ, પરંતુ બેઠક વહેંચણીની જાહેરાતના થોડા કલાક બાદ જ એવા અહેવાલ વહેતા થયા હતા કે એલજેપી આ બેઠક વહેંચણીથી નારાજ છે અને ભાજપના અધ્યક્ષ અમિત શાહે મોડી રાત્રે અને આજે વહેલી સવારે ચિરાગ પાસવાનને રૂબરૂ મળવા બોલાવ્યા હતા.

ભાજપના અધ્યક્ષ અમિત શાહના નિવાસસ્થાને એક કલાક બેઠક કર્યા બાદ ચિરાગ પાસવાને જણાવ્યું હતું કે અમે નારાજ નથી, પરંતુ અસંતોષ જરૂર છે. એલજેપી માટે બેઠકોની સંખ્યાનું મહત્ત્વ નથી, પરંતુ જે રીતે અન્ય પક્ષોને મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે તેનાથી અસંતોષ છે.

આ બેઠકમાં કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન અને બિહાર ભાજપના ચૂંટણી પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ હાજર રહ્યા હતા. લોકજનશકિત પાર્ટીનો આક્ષેપ છે કે ભાજપે ખાતરી આપ્યા મુજબ બેઠકો ફાળવી નથી એટલું જ નહીં, ભાજપ અમારા કરતાં માંઝીને વધુ મહત્ત્વ આપે છે તેમ છતાં પાસવાન કેમ્પ દ્વારા બહારથી એવો દેખાવ કરવામાં આવી રહ્યો છે કે હવે તેઓ નારાજ નથી.

You might also like