એફઆઈઆઈની લેવાલીએ શેરબજારમાં આગેકૂચ જારી

અમદાવાદઃ ગઇ કાલે શેરબજારમાં શાનદાર તેજી જોવાયા બાદ આજે પણ શરૂઆતે આગેકૂચ જારી રહેલી જોવા મળી હતી. સ્થાનિક બજારમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોની લેવાલીએ સેન્સેક્સ ૧૩૦ પોઇન્ટના સુધારે ૨૬,૯૧૬ પોઇન્ટ, જ્યારે નિફ્ટી ૩૦ પોઇન્ટના સુધારે ૮૧૪૬ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવાઇ હતી. બેન્ક નિફ્ટીમાં પણ ત્રણ ટકાનો સુધારો નોંધાતો જોવા મળ્યો હતો. ટાટા મોટર્સ કંપનીના શેર્સમાં ૨.૦૩ ટકા, ડો. રેડ્ડીઝ લેબ્સ ૨.૪૩ ટકા, ગેઇલ કંપનીના શેર્સમાં ૧.૭૬ ટકાનો સુધારો નોંધાયો હતો તો બીજી બાજુ બજાજ ઓટો, ભેલ અને એચડીએફસી બેન્કના શેર્સમાં ૦.૨૫ ટકાથી ૦.૭૧ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આજે શરૂઆતે મેટલ સેક્ટરમાં ૩.૧૫ ટકા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં ૩.૦૭ ટકાનો ઉછાળો નોંધાતો જોવા મળ્યો હતો. શેરબજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે વિદેશી સંસ્થાગત રોકાણકારોની લેવાલીએ ફરી એક વાર બજારમાં તેજી તરફી ચાલ જોવા મળી છે, જોકે આ સુધારો કેટલો ટકાઉ છે તે અંગે પણ શંકા વ્યક્ત કરાઇ રહી છે.
You might also like