એપલના ટીમ કૂકની સિક્યોરિટી પાછળ વર્ષે રૂ. પાંચ કરોડનો ખર્ચ

ન્યૂયોર્કઃ દુનિયાની સૌથી મોટી ટેક કંપની એપલે પોતાના સીઈઓ ટીમ કૂકની સુરક્ષા પાછળ એક વર્ષમાં ૮ લાખ ડોલર (અંદાજે રૂપિયા પાંચ કરોડ)નો ખર્ચ કર્યો છે. આનો અર્થ એ થયો કે ટીમ કૂકની સુરક્ષા પાછળ દર મહિને રૂ. ૪૧ લાખ ખર્ચવામાં આવ્યા છે. જોકે એમેઝોનના સીઈઓ જેફ બેજોશ અને ઓરેકલના સીઈઓ લેરી ઈલિશનની સિક્યોરિટી પાછળ થતા વાર્ષિક ખર્ચથી આ ખર્ચ ઓછો છે. 

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મૂકેશ અંબાણીની ઝેડ સિક્યોરિટી પાછળ દર વર્ષે રૂ. બે કરોડનો ખર્ચ કરવામાં આવે છે. જેફ બેજોશની સિક્યોરિટી પાછળ રૂ. ૭.૫ કરોડનો અને લેરી ઈલિશનની સિક્યોરિટી પાછળ રૂ. ૧૦.૭ કરોડનો વાર્ષિક ખર્ચ કરવામાં આવે છે.

You might also like