એપની મદદથી તમે SMS કરી શકશો 'Unsend'

નવી દિલ્હી : શું તમારે ઘણી વાર એવું થાય છે કે મોબાઇલ ફોન પર કોઇ ટેકસ્ટ મેસેજ (એસએમએસ) મોકલી દીધા બાદ તમને લાગે કે આ મેસેજ મોકલવો જોઇતો નહોતો અથવા તો શું ઘણી વાર ભૂલથી એક વ્યકિતનો મેસેજ તમે બીજી વ્યકિતને મોકલી દો છો? તો હવે ચિંતા કરશો નહીં, હવે એવી એપ આવી છે જે મોકલેલા મેસેજને ‘અનસેન્ડ’ કરી શકે છે.આ એપના ઉપયોગથી તમે ભૂલથી મોકલી દીધેલા મેસેજને રિસિવરના મોબાઇલ ફોનમાંથી મેસેજની ટેકસ્ટ ‌ડિલિટ કરી શકશો. એટલે કે આ એપ જ સામેવાળાના મોબાઇલમાંથી ભૂલથી મોકલેલા મેસેજની ટેકસ્ટ ડિલિટ કરી નાખશે.’રાકેમ’ નામની આ એપ હાલ આઇઓએસ અને એન્ડ્રોઇડ યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવી છે. કંપનીના જણાવ્યા અનુસાર આ એપ દ્વારા યુઝર પોતાની પ્રાઇવસી પણ જાળવી શકશે.આ એપ ફાઇલ, ઇમેજ, લોકેશન શેરિંગ, વોઇસ અને વીડિયો કોલિંગ આપતી હોવાનું પણ દાવો કરવામાં આવ્યો છે. રાકેમ એપ સર્વર વગર ડિવાઈસ ટુ ડિવાઇસ ડાયરેકટ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે.

You might also like