એન્કાઉન્ટરમાં 1 આતંકવાદીને ઢાળી દેવાયો : 4 છુપાયા હોવાની આશંકા

શ્રીનગર : જમ્મુ – કાશ્મીરનાં હંદવાડામાં સિક્યુરિટી ફોર્સિસ અને આતંકવાદીઓની વચ્ચે ધર્ષણમાં રવિવારે એક આતંકવાદીને ઢાળી દેવામાં આવ્યો હતો. ભારતીય સેનાનું આ ઓપરેશન બાદેરબાલા ખાતે જંગલમાં ચાલી રહ્યું છે. સેનાને અહીંવધારે આતંવાદીઓ છુપાયેલા હોવાની બાતમી મળી છે. આ જાણકારી બાદ ભારતીય સેનાએ એક્સ્ટ્રા ફોર્સિસ મંગાવીને કાર્યવાહી ચાલુ કરી છે. સૂત્રોનાં અુસાર જંગલમાં 3થી4 આતંકવાદીઓ છુપાયેલા હોવાની શક્યતા છે. સેનાનાં અુસાર આતંકવાદીઓ મોર્ડન હથિયારોથી લેસ છે અને સતત ફાયરિંગ કરી રહ્યા છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે સેના અને આતંકવાદીઓ વચ્ચે શનિવાર મોડી રાતથી જ ધર્ષણ ચાલી રહ્યું છે. જો કે શનિવારે અંધારૂ હોવાનાં કારણે કાર્યવાહી અટકાવી દેવાઇ છે. રવિવારે સવારે ફરીથી ઓપરેશન ચાલુ કરી દેવાયું હતું. ઓપરેશનમાં ભારતીય સેનાની 21 રાષ્ટ્રીય રાઇફલ્સ, 6 રાષ્ટ્રીય રાઇફલ્સ અને પોલીસ જવાનોનો પણ સમાવેશ થાય છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની લશ્કર એ તોયબાનાં આતંકવાદીઓને મદદ પહોંચાડવાનું બંધ નથી કર્યું. જેનાં કારણે વારંવાર આતંકવાદી ધુસણખોરી કરીને ભારતીય સીમામાં આવી રહ્યા છે. અમેરિકી વિદેશ મંત્રાલયે હાલમાં જ આતંકવાદ 2014માં પણ રિપોર્ટ બહાર પાડ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાન પોતાનાં દેશનાં આંતરિક હુમલા માટે તહરીક એ તાલીબાન જેવા આતંકવાદીઓની વિરુદ્ધ તો કાર્યવાહી કરે છે. પરંતુ તેની સેના ભારતમાં આતંકવાદ ફેલાવવા માટે કામ કરતા લશ્કર એ તોયબા જેવા આતંકવાદીઓ પર કોઇ હૂમલો નથી કરતી.

You might also like