એનડીઅેને બહુમતી પણ CM તરીકે નીતિશ પહેલી પસંદ  

નવી દિલ્હીઃ બિહારમાં વિધાનસભામાં ચૂંટણીઅો પહેલાના અોપિનિયલ પોલમાં નીતીશકુમાર બાજી મારતા દેખાઈ રહ્યા છે. નીતીશના નેતૃત્વવાળા જેડીયુ કોંગ્રેસ અને અારજેજી મહાગઠબંધન બીજેપી પર ભારે પડતું દેખાઈ રહ્યું છે. બુધવારે ઇન્ડિયા ટીવી અને સી વોટરના અોપિનિયન પોલમાં નીતીશકુમારવાળા ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળવાની સંભાવનાઅો વ્યક્ત થઈ છે. ઇન્ડિયા ટુડે સિસરોના ચૂંટણી પહેલાના સર્વેમાં નીતીશકુમાર મુખ્યપ્રધાનના રૂપમાં બિહારીઅોની પહેલી પસંદ છે. ભાજપના નેતૃત્વવાળા એનડીઅે ગઠબંધનને ૧૨૦થી ૧૩૦ બેઠક મળી શકે છે. મતલબ કે એનડીઅેને સ્પષ્ટ બહુમતી મળી શકે છે. બીજી તરફ નીતીશનાં નેતૃત્વવાળા ગઠબંધનને ૧૦૨થી ૧૦૩ બેઠક મળવાનું અનુમાન છે. અન્યના ખાતામાં ૧૦થી ૧૪ બેઠક અાવી શકે છે. અા સર્વેમાં ૫,૯૬૮ લોકોનો ઇન્ટરવ્યૂ લેવાયો જેમાં નીતીશકુમારને ૨૯ ટકા લોકોઅે પહેલી પસંદગી કહ્યા. સુશીલકુમાર મોદીને ૧૯ ટકા લોકોઅે સીએમ ઉમેદવાર તરીકે પસંદ કર્યા. બીજી તરફ લાલુપ્રસાદ યાદવને ૧૨ ટકા લોકોઅે પોતાની પહેલી પસંદગી ગણાવ્યા. પૂર્વ મુખ્યપ્રધાન જિતનરામ માંઝી અા સર્વેમાં પાંચમાં નંબરે રહ્યા. તેમને છ ટકા લોકોઅે પસંદ કર્યા. અા વર્ષે ફેબ્રુઅારીમાં મહાદલિત સમુદાયના જિતનરામ માંઝીને નીતીશકુમારે સીએમ પદ છોડવા પર મજબૂર કર્યા હતા. માંઝીને નીતીશે લોકસભા ચૂંટણીઅોમાં મળેલી હાર બાદ નૈતિક જવાબદારી લેતાં સીએમ બનાવવાનો નિર્ણય લીધો. લોકજનશક્તિ પાર્ટીના રામવિલાસ પાસવાનને સાત ટકા લોકોઅે સીએમ ઉમેદવારના રૂપમાં પસંદ કર્યા. અા રેસમાં રાબડીદેવી હાંસિયામાં રહ્યાં. તેમને બે ટકા લોકોઅે પસંદ કર્યા. અા સર્વે ૫ અને ૭ સપ્ટેમ્બરે ૮૧ વિધાનસભા ક્ષેત્રોમાં ૩૨૧ પોલિંગ બૂથો પર પૂરો કરાયો. ૨૪૩ બેઠકવાળી વિધાનસભા ચૂંટણીઅોમાં પાંચ તબક્કામાં મતદાન થશે. ચૂંટણીઅો ૧૨ અોક્ટોબરથી ૫ાંચ નવેમ્બરની વચ્ચે પૂર્ણ થશે. આઠ નવેમ્બરે વોટની મત ગણતરી થશે. ૪૦ ટકા લોકોઅે કહ્યું કે જેડીયુ અને બીજેપીનું ગઠબંધન બિહારમાં સારું કામ કરી રહ્યું છે. સમાજશાસ્ત્રી દીપાંકન ગુપ્તાઅે જણાવ્યું કે નીતીશકુમારે ભાજપ સાથે સંબંધ તોડવામાં ઘણું મોડું કર્યું અને તેઅો તેની જ કિંમત ચૂકવી રહ્યા છે. જ્યારે ભાજપે નરેન્દ્ર મોદીને પીએમ ઉમેદવાર જાહેર કર્યા ત્યારે નીતીશે ભાજપ સાથે ગઠબંધન તોડવાનો નિર્ણય લીધો. હાલમાં બિહાર વિધાનસભામાં જનતાદળ યુનાઈટેડના ૧૧૫, ભાજપના ૯૧, અારજેડીના ૨૨ અને અન્યના ૮, કોંગ્રેસના ૪ અને અેલજેપીના ત્રણ ધારાસભ્ય છે. બિહારમાં એનડીઅે અને નીતીશનાં ગઠબંધનની વચ્ચે મુકાબલો છે.
You might also like