એક પુર્વ વડાપ્રધાન અને નાણાપ્રધાને રણવીર સેનાની મદદ કરી હતી: કોબરાપોસ્ટ

નવી દિલ્હી : પોતાનાં એક્સક્લુસીવ રિપોર્ટ માટે ચર્ચિત રહેતા કોબરા પોસ્ટનાં હાલનાં ન્યૂઝ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે બિહારમાં જાતીય નરસંહારના માટે કુખ્યાત રણવીર સેનાને ભારતનાં એક પૂર્વ વડાપ્રધાન અને એક પૂર્વી નાણા મંત્રીનું રાજનીતિક સંરક્ષણ મળ્યું હતું.

કોબરા પોસ્ટનો આરોપ છે કે તેમણે રણવીર સેનાને પૈસા અને હથિયારની મદદ કરી હતી. કોબરા પોસ્ટનો દાવો છે કે તેની પાસે રણવીર સેનાનાં છ કમાન્ડરો સાથે વાતચીતનું રેકોર્ડિંગ છે. કોબરાપોસ્ટનાં અનુસાર રણવીર સેનાનાં આ કમાન્ડરોએ 1995 થી 1997 દરમિયાન 144 દલિતોની હત્યા કરી હોવાની વાત કબુલી હતી. 

આ 6માંથી 2ને પટના હાઇકોર્ટે પુરાવાનાં અભાવે મુક્ત કરી દીધા છે. રણવીર સેના પર બિહાર સરકાર અને કેન્દ્ર સરકાર બંન્નેએ પ્રતિબંધ લગાવેલો છે. ઓપરેશન બ્લેક રેન નામથી બહાર પાડવામાં આવેલા આ રિપોર્ટમાં કોબરા પોસ્ટે ઘણા પ્રભાવશાળી લોકોનું નામ લીધું છે. 

આ રિપોર્ટમાં લક્ષમણપુર બાથે હત્યાકાંડ કેસમાં મુક્ત કરાયેલા આરોપી પ્રમોદ સિંહને તેમ કહેતા જણાવાયા છે કે જ્યારે ભાજપની સરકાર હતી તે સમયે યશવંત સિન્હા બરાબર આવતા હતા મુખીયા જી (રણવીર સેનાનાં પ્રમુખ બ્રહ્મેશ્વર સિંહ)ને બરોબર મળતા હતા. જે સમયે દરોડા પડી રહ્યા હતા તે સમયે અમારા ગામમાં હતા. 

You might also like