એક ગ્લાસ પાણી અને બે ચમચી મીઠાથી આ લેમ્પ આખી રાત ચાલશે

આપણા માન્યામાં ન આવે એવી વાત છે, પરંતુ ફિલિપિન્સની એક કંપનીએ ખરેખર એવો લેમ્પ તૈયાર કર્યાે છો કે એક ગ્લાસ પાણી અને બે ચમચી મીઠું નાખવાથી ઝળહળતો પ્રકાશ આપે છે. એ પણ સળંગ આઠ કલાક સુધી સસ્ટેનેબલ ઓલ્ટરનેટિવ લાઈટિંગ એટલે કે ટૂંકમાં SALT નામનો આ લેમ્પ કોઈ પણ જાતનાં હાનિકારક તત્ત્વો ધરાવતો નથી. એટલું જ નહીં, એમાં એક USB પોર્ટ આપવામાં આવ્યો છે જેમાં પ્લગ ઈન કરીને આપણો મોબાઈલ ફોન પણ ચાર્જ કરી શકાય છે.

એક્ચયુઅલી, આ LED લેમ્પ ગેલ્વેનિક સેલનો ઉપયોગ કરે છે જેમાં ઈલેક્ટ્રોડ્સ એટલે કે ધન-ઋણ ધ્રુવોને ઈલેક્ટ્રોલાઈટ એટલે કે મીઠાના પાણીમાં ડુબાવવામાં આવે ત્યારે એ વીજળી પેદા કરે છે અને પરિણામે લાઈટ ઝળહળી ઊઠે છે. આ લેમ્પ ફિલિપિન્સના વીજળી વિહોણા સાત હજાર ટાપુમાં રોશની કરશે. રસપ્રદ વાત એ છે કે આ લેમ્પમાં દરિયાનું પાણી પણ ભરી શકાય છે.

You might also like