એક ગામમાં જૈન માટે મુસ્લિમો બે દિવસ માંસાહાર છોડશે

મેરઠઃ અત્યારે જ્યારે સમગ્ર દેશમાં માંસાહાર પર પ્રતિબંધને લઈને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે બાગપતના બડોત ગામના મુસ્લિમ નેતાઅોઅે જૈન સમુદાયની ભાવનાઅોનો ખ્યાલ રાખતાં ફેંસલો કર્યો છે કે જૈનના ધાર્મિક તહેવારના કારણે તેઅો ૧૮થી ૨૭ સપ્ટેમ્બર સુધી પશુઅોનો વધ નહીં કરે. 

રવિવારે બપોરે જૈન સમુદાય સાથે થયેલી મિ‌ટિંગ બાદ બડોતની સૌથી મોટી મસ્જિદના ઇમામે અા જાહેરાત કરી. શહેરના ઇમામ અારીફ-ઉલ-હકે જણાવ્યું કે બડોતે હંમેશાં જૈન-મુસ્લિમ અને હિંદુ સમુદાયની વચ્ચે સદ્ભાવની મિશાલ રજૂ કરી છે. અા એકતા અે સમયે જોવા મળી રહી છે જ્યારે ૧૮૫૭માં દરેક સમુદાયના ખેડૂતોઅે અંગ્રેજોનો વિરોધ કર્યો હતો. જૈનની ધાર્મિક ભાવનાઅોની અમે કદર કરીઅે છીઅે. અમે અમારા ખરાબ ભૂતકાળની વાતોને સૂલઝાવી લઈશું. અારીફે જણાવ્યું કે અા ફેંસલો લેતાં પહેલાં અમે અા મુદ્દાને ગામના વડીલોની સામે પણ મૂક્યો હતો. તેમના વિચાર જાણ્યા બાદ નિર્ણય લેવાયો કે તે બે દિવસ જાનવરોને નહીં મારે. 

ઇમામ સાથે વાતચીત માટે રચાયેલા પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરનાર અમિતરાય જૈનનું કહેવું છે કે અા મુદ્દાને લઈને દેશના બાકી ભાગોમાં શું થઈ રહ્યું છે. અમે તેને પાછળ રાખી દીધું છે. તેમણે કહ્યું કે અાજની મિ‌િટંગ વિવિધ સમુદાયોની વચ્ચે એકતાનાં નવાં દ્વાર ખોલે છે. હું મુસ્લિમ સમુદાય તરફથી ઉઠાવાયેલાં પગલાંને પ્રશંસા કરું છું. 

એક અન્ય સભ્ય અશોક જૈને જણાવ્યું કે હું વ્યક્તિગત રીતે વિચારું છું કે જ્યારે વાતચીતના રસ્તા ખૂલ્યા છે તો માંસ પર પ્રતિબંધની કોઈ જરૂર નથી. જે બડોતમાં થયું છે તેને દરેક જગ્યાઅે કરી શકાય. ૨૦૧૧ની વસ્તીગણતરી અનુસાર બડોતમાં એક લાખની વસ્તીમાં ૩૦ ટકા વસ્તી જૈન સમુદાયની છે. બીજી તરફ મુસ્લિમોની જનસંખ્યા ૨૦ ટકા છે. જૈન સમુદાયના પર્યુષણ પર્વને જોતાં કેટલાંયે રાજ્યઅે માંસ પર પ્રતિબંધ લગાવ્યો છે.

 

 

You might also like