એક્શન વીડિયોગેમ્સ એકાગ્રતા અને હલનચલન સુધારે

જેમાં ટાર્ગેટ્સને ખૂબ ઝડપથી હલાવવાની જરૂર હોય, અચાનક જ સ્પીડમાં વધઘટ કરવાની જરૂર પડતી હોય એવી વીડિયોગેમ્સ રમવાથી માનસિક ફાયદા ઘણા થાય છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિસ-મેડિસનના રિસર્ચરોનું કહેવું છે કે માત્ર બ્રેઈનગેમ્સ જ નહીં પણ જેમાં મગજને ઝડપથી પ્રતિક્રિયા અાપવી પડે એવી એક્શનવાળી વીડિયોગેમ્સ રમવાથી મગજની ક્ષમતા સુધરે છે. એનાથી વ્યક્તિની એકાગ્રતા સુધરે છે અને શરીરના હલનચલન માટે જરૂરી મગજની સંદેશવહનની કાર્યક્ષમતામાં પણ સુધારો વર્તાય છે. બાળકોમાં વીડિયોગેમ્સથી શીખવાની ક્ષમતા પણ ઝડપી બને છે. 

You might also like