ઋષિ મુનિઓ પણ ગૌમાંસ ખાતા હતા : રઘુવંશપ્રસાદ

પટણા : આરજેડીના વડા લાલૂ પ્રસાદ યાદવના હિન્દુ લોકો બીફ ખાય છે તેવા નિવેદનને યોગ્ય ઠેરવવાના પ્રયાસમાં પાર્ટીના નેતા અને પૂર્વીય કેન્દ્રીયમંત્રી રઘુવંશ પ્રસાદે આજે એમ કહીને ચર્ચા જગાવી હતી કે, એક નવા વિવાદને જન્મ આપવામાં આવી રહ્યો છે. તેમનું કહેવું હતું કે, જુના જમાનામાં ઋષિ મુનિઓ પણ બીફ ખાતા હતા. આ નિવેદનને લઇને રઘુવંશ પ્રસાદ વિવાદના ઘેરામાં આવી ગયા છે. ભાજપ અને સંત સમાજ તેમની વિરુદ્ધમાં છે.

બિહારમાં સીતામઢીના સીજેએમ કોર્ટમાં તેમની સામે કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. આરજેડીના ઉમેદવાર રામવિચાર રાય દ્વારા શુક્રવારના દિવસે અરજી પત્રક દાખલ કર્યા બાદ મુઝફ્ફરપુરમાં પત્રકારો સાથે વાતચીત કરતા રઘુવંશ પ્રસાદે કહ્યું હતું કે, વૈદમાં લખેલુ  છે કે, ઋષિ મુનિઓ પણ બીફ ખાતા હતા. આ વિષય ઉપર હાલ ચર્ચા કરવાની જરૃર નથી.આરજેડીના રાષ્ટ્રીય નાયબ અધ્યક્ષ રઘુવંશ પ્રસાદે કહ્યું હતું

 

કે, આ એક વૈચારિક ચર્ચાનો વિષય છે. ચૂંટણીના સમયમાં આ ચર્ચાની જરૃર નથી. આના ઉપર  મોડેથી પણ ચર્ચા થઇ શકે છે. રઘુવંશ પ્રસાદનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ગૌમાંસના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આરજેડીના વડા લાલૂ પ્રસાદ યાદવ વચ્ચે જંગ છેડાયેલો છે. તેમની વચ્ચે શાબ્દિક ખેંચતાણની સ્થિતિ છે.

 

આ અગાઉ ગુરુવારના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં મુંગેર, બેગુસરાય અને સમસ્તીપુરમાં આયોજિત રેલીને સંબોધતા કહ્યું હતું કે, લાલૂ પ્રસાદની બાબતને લઇને બિહારના લોકો સ્પષ્ટતા માંગે તે જરૃરી છે. મોદીએ એમ પણ કહ્યું હતું કે, લાલૂ પાસે શૈતાનના સરનામા ક્યાથી આવી રહ્યા છે. શૈતાનનું પણ સગાસંબંધીઓની જેમ સ્વાગત કરાઈ રહ્યું છે. શૈતાનને પ્રવેશ કરવા માટે લાલૂ જ મળ્યા છે તે જાણીને તેમને હેરાનગતિ થઇ છે.

You might also like