ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે : ભારત ફાયરિંગ બંધ કરે : પાક.

નવી દિલ્હી : પાકિસ્તાનનાં હાઇ કમિશ્નર અબ્દુલ બાસિતે રવિવારે સીઝ ફાયરનાં ઉલ્લંઘન માટે ભારતને જવાબદાર ઠેરવ્યું હતું. બાસિતે જણાવ્યું કે ભારત દ્વારા વારંવાર સિઝ ફાયરના ઉલ્લંઘન માટે પાકિસ્તાની સરકાર ખુબ જ ચિંતિત છે. અગાઉ ભારતીય વિદેશ મંત્રાલયે આ મુદ્દે વાત કરવા માટે પાકિસ્તાની હાઇ કમિશ્નરને મોકલ્યા હતા. 

બેઠકમાંથી બહાર આવ્યા બાદ અબ્દુલ બાસિતે કહ્યું કે સિઝ ફાયરનાં વારંવાર ઉલ્લંઘન બદલ પાકિસ્તાન ખુબ જ ચિંતિત છે. જુલાઇ અને ઓગષ્ટનાં મહિનામાં 70 વખત સિઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. પાકિસ્તાન આ મુદ્દે ખુબ જ ચિંતિત છે. 

સૌથી મહત્વની વાત તો એ છે કે પાકિસ્તાની હાઇ કમિશ્નર ભારતનાં અધિકારીઓ સાથે મીટિંગમાં હતા તે દરમિયાનમાં જ જમ્મૂ અને કાશ્મીરનાં સાજિયાન અને મંડી વિસ્તારમાં પાકિસ્તાનની તરફથી સંધર્ષ વિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. જમ્મૂ અને કાશ્મીરમાં LOC પર પાકિસ્તાની સૈન્ય દળોની તરફથી ભારે ગોળીબારનાં કારણે પુંછ જિલ્લામાં શનિવારે ઓછામાં ઓછા 6 નાગરિકોનાં મોત થઇ ગયા હતા જ્યારે 15 લોકો ઘાયલ થયા હતા. 

બીજી તરફ રવિવારે જમ્મુ કાશ્મીરનાં ઉપમુખ્યમંત્રી અને કોંગ્રેસ મહાસચિવ ગુલામ નબી આઝાદે હોસ્પિટલમાં જઇને ઘાયલોની મુલાકાત લીધી હતી. પાકિસ્તાનની તરફથી ફાયરિંગનાં કારણે બંને દેશોમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો વચ્ચે 23 ઓગષ્ટનાં રોજ પ્રસ્તાવીત વાતચીતમાં વિધ્ન આવે તેવી શક્યતા છે. 

You might also like