ઉમા ભારતી વડા પ્રધાન માેદી પર પુસ્તક લખશે

ભાેપાલઃ વડા પ્રધાન નરેન્દ્ર માેદીથી અત્યંત પ્રભાવિત અેવા જળ સંશાધન પ્રધાન ઉમા ભારતીઅે માેદી વિષે પુસ્તક લખવાની જાહેરાત ગઈકાલે ભાેપાલમાં પ્રેસને મળાે કાર્યકમમાં  કરી હતી. તેમણે પત્રકારાેને જણાવ્યું હતું કે તેમને હવે મધ્યપ્રદેશના રાજકારણમાં કાેઈ રસ નથી. અને તેઆે ફરી મુખ્યપ્રધાન બનવા માગતા નથી. 

તેમણે જણાવ્યું કે વર્તમાન મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચાૈહાણ સારું કામ કરી રહ્યા છે અને તેથી તેઆે તેમને સમર્થન આપે છે. ઉમા ભારતીઅે વધુમાં જણાવ્યું કે તેઆે જ્યારે મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન હતા અને માેદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે તેઆે બંને વચ્ચે પરસ્પર વાતચીત થતી હતી. માેદીનાે અનેક વિષયાેમાં સારાે અભ્યાસ છે. માેદી તેમના પ્રેરણાસ્ત્રાેત પણ છે. અને આ જ કારણથી તેઆે માેદી પર પુસ્તક લખવા માગે છે. 

૧૦ વર્ષ બાદ ગંગા સાફ થશેગંગાને પ્રદૂષણ મુક્ત કરવાના ચાલતા પ્રયાસાેનાે ઉલ્લેખ કરતા ઉમા ભારતીઅે જણાવ્યું કે ગંગા હાલ વિશ્વની ૧૦ પ્રદૂષિત નદીમાંથી અેક છે. ૧૦ વર્ષ બાદ આ નદી વિશ્વની ૧૦ સાૈથી સ્વચ્છ નદીઆેમાંથી અેક બની જશે. વડા પ્રધાન માેદી પણ આ બાબતે ગંભીર છે. કાેંગ્રેસ દ્વારા લાેકસભામાં કેન્દ્રીય પ્રધાન સુષ્મા સ્વરાજ અને રાજસ્થાનના મુખ્ય પ્રધાન વસુંઘરા રાજે તેમજ મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચાેૈહાણના રાજીનામાંની માગણીને લઈને થયેલા હંગામા અંગે ઉમા ભારતીઅે જણાવ્યું કે આ માગણી માત્ર માેદી સરકારને અસ્થિર બનાવવા માટે કરવામાં આવી છે.

You might also like