ઉમદા તકો આપતી એમ.જી. સાયન્સ ઈન્સ્ટિટ્યુટ

એમ.જી. સાયન્સ ઇન્સિટ્યુટ્યટ કોમર્સ છ રસ્તાથી યુનિવર્સિટી જવાના રસ્તા પર આવેલ છે. જેની સ્થાપના વર્ષ 1946માં થઇ હતી. સાયન્સ સ્ટ્રિમના વિવિધલક્ષી બેચલર અને માસ્ટર કોર્સ અહીં ચાલે છે. આ ઇન્સ્ટિટ્યુટ ગુજરાત યુનિવર્સિટી એફિલિએટેડ છે.

ધોરણ 12 સાયન્સ પાસ કર્યા પછી અહીં એડમિશન મળી શકે છે. અહીં બેચલમાં 10 વિષયો પર સ્પેશિયલાઇઝેશન છે. જ્યારે માસ્ટર ડિગ્રીમાં બે વિષયો પર સ્પેશિયલાઇઝેશન છે.  અહીં ઉમદા ફેક્લ્ટી દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરુ પાડવામાં આવે છે.

એમ.જી. સાયન્સનું કેમ્પસ વિશાળ છે. અહી સાયન્સ સ્ટ્રિમના વિવિધલક્ષી કોર્સ ચાલે છે. વિદ્યાર્થીઓના પ્રેક્ટિકલ નોલેજ માટે અહીં ઉમદા લેબોરેટ્રી પણ છે. આ સાથે સુંદર લાઇબ્રેરી છે. જેમાં સાયન્સના વિવિધ વિષયોના પુસ્તકો પણ છે. અહીં ફેક્લટી વેલક્વોલિફાઇડ છે. જેઓ વિદ્યાર્થીઓને ઉમદા માર્ગદર્શન પૂરૃ પાડે છે.

ડિપ્લોમાં કોર્સિસમાં ઇન્સિટ્યુટ દ્વારા જીઓ ઇન્ફરમેટિક, બાયોઇન્ફરમેટિક અને કેમેસ્ટ્રિઇન્ફરમેટિકના કોર્સ ડિઝાઇન કરેલા છે.  આ ઉપરાંત બાયોકેમેસ્ટ્રિ, બોટની, કેમેસ્ટ્રી, ઇલેક્ટ્રોનિક, જીયોલોજી,મેથેમેટિક્સ, માઇક્રોબાયોલોજી,ફિઝિક્સ, સ્ટેટસ્ટિક, જીયોલોજી વગેરે જેવા વિષયો પર અહીં બેચલર ડિગ્રી કોર્સ ચાલે છે.

આ ઇન્સ્ટિટ્યુટ સિટીના હાર્દમાં આવેલ છે. અહીં ગુજરાત બહારના વિદ્યાર્થીઓ ઉપરાંત વિદેશના વિદ્યાર્થીઓને પણ અભ્યાસ માટે આવકારવામાં આવે છે. આ ઇન્સ્ટિટ્યુટમાં અભ્યાસ કરવો એ વિદ્યાર્થી માટે અને તેમના પેરેન્ટ્સ માટે ગર્વની બાબત છે. અહીંથી અભ્યાસ કરીને બહાર નિકળ્યા પછી વિદ્યાર્થી માટે રિસર્ચ અને એકડેમિક બંને લેવલે કારર્કિદીની ઉમદા તકો મળી રહે છે. આ ઇન્સ્ટિટ્યુટ અંગે વધારે માહિતી જાણવા માટે http://www.mgscience.ac.in પર વિઝિટ કરી તમારી પસંદગીના વિષયો અંગે જાણી શકો છો.

 

You might also like