ઉત્તર પ્રદેશના ક્રિકેટર્સને મેથ્યુ હેડન નિખારશે

કાનપુરઃ ઉત્તર પ્રદેશના જુનિયર અને સિનિયર ક્રિકેટર્સને હવે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બેટ્સમેન મેથ્યુ હેડન નિખારશે. આગામી ઓક્ટોબરમાં ઉત્તર પ્રદેશના પ્રવાસે આવવા મેથ્યુ હેડને મંજૂરી આપી દીધી છે. અહીં યોજાનાર ત્રણ દિવસીય કેમ્પમાં હેડન ખેલાડીઓને બેટિંગ ટિપ્સ આપશે. યુપી ક્રિકેટ એસો.ના સચિવ રાજીવ શુક્લાએ રાજ્યના ખેલાડીઓને ટિપ્સ આપવા માટે વિદેશી ક્રિકેટર્સને બોલાવવાની યોજના બનાવવામાં આવી છે. આ અંતર્ગત આગામી ઓક્ટોબરમાં શરૂ થઈ રહેલી રણજી મેચો દરમિયાન એક જમાનાનાે ધૂરંધર બેટ્સમેન મેથ્યુ હેડન આવશે. હેડન આઇપીએલમાં સીએસકે તરફથી પણ રમી ચૂક્યો છે.કાનપુરમાં એક ખાસ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. હેડન અહીં અંડર ૧૬, અંડર ૨૩ના ખેલાડીઓને બેટિંગ ટિપ્સ આપશે. ઉત્તર પ્રદેશ રણજી ટીમ વીતેલા દાયકા દરમિયાન નોકઆઉટથી આગળ વધી શકી નથી. ફાઇનલમાં પહોંચ્યે તો વર્ષો વીતી ગયાં છે. મહંમદ કૈફ, આર.પી. સિંહ જેવા ખેલાડી પણ ઉત્તર પ્રદેશની રણજી ટીમનો સાથ છોડી ગયા છે. હવે અહીં નવા ખેલાડીઓની સાથે જૂના ખેલાડીઓને પણ નિખારીને સ્પર્ધામાં ધાક જમાવવાની યોજના છે.

You might also like