ઉત્તર ઝોનનાં સિવિક સેન્ટરોમાં હડતાળ

અમદાવાદઃ મ્યુનિ. કોર્પોરેશનના ઉત્તર ઝોનમાં આજે સવારથી સિવિક સેન્ટરોના કર્મચારીઓ હડતાળ પર ઊતરતા નાગરિકો હાલાકીમાં મુકાયા છે. ખાનગી કોન્ટ્રેક્ટર દ્વારા હંગામી કર્મચારીઓને સમયસર પગાર ન ચુકવાતા સિવિક સેન્ટરોની કામગીરી ઠપ થઈ છે.

દરમિયાન આજે સવારથી મ્યુનિ. હેલ્થ વિભાગ દ્વારા ડેન્ગ્યુના વધતા જતા ઉપદ્રવ પર અંકુશ મુકવા શહેરભરમાં શાળાઓ તેમજ કન્સ્ટ્રકશન સાઈટ પર દરોડા પાડવા લીધા છે. હેલ્થ વિભાગના ઈન્ચાર્જ વડા ડો. ભાવિન સોલંકીની સીધી સૂચનાથી દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈ કાલે હેલ્થ વિભાગે વિભિન્ન ૭૪ સાઈટ પર દરોડા પાડીને રૂ. ૫૨,૦૦૦નો વહીવટી ચાર્જ વસૂલ્યો હતો. તંત્ર દ્વારા ૧૬ બાંધકામ સાઈટને સીલ કરાઈ હતી. તેમજ ૩૪ને નોટિસ ફટકારાઈ હતી.

You might also like