ઉત્તર કોરિયા: કિમ જોંગ-ઉનના સાવકા ભાઈની હત્યાના મામલામાં એક મહિલાની ધરપકડ

કુઆલાલંમ્પુર: ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉનના સાવકા ભાઈની હત્યાના મામલામાં એક મહિલા સંદિગ્ધને મલેશિયામાંથી પકડવામાં આવી છે. બુધવારે પ્રસાર કરવામાં આવેલા નિવેદનમાં મલેશિયા પોલિસે કહ્યું કે મહિલાને કુઆલાલમ્પુર આંતરરાષ્ટ્રીય એરપોર્ટેથી પકડવામાં આવી છે, જ્યાં મહિલાને કિમ જોંગ-નામને સોમવારે ઝેર આપ્યું હતું.

મહિલાને સ્થાનિક સમય પ્રમાણે, 8:20 વાગ્યે પકડવામાં આવી છે. તેની ઓળખ સીસીટીવી ફૂટેજને આધારે કરવામાં આવી અને ધરપકડના સમયે તે એકલી જ હતી.

મલય મેલ ઓનલાઇનની સૂચના પ્રમાણે, 28 વર્ષીય મહિલાનું નામ દોઆન દી હુઓંગ છે અને તેની પાસે વિયેટનામનો પાસપોર્ટ મળી આવ્યો છે. મહિલા હત્યા બાદ વિયેટનામ માટે રવાના થવાની હતી.

You might also like