ઉચ્ચ શિક્ષા માટે આદર્શ કેન્દ્ર કેમ છે નેધરલેન્ડ

ડચ શિક્ષણ પ્રણાલી સંપૂર્ણ પણે વિદ્યાર્થીઓ પ્રતિ સમર્પિત છે અને એ જ ત્યાંની શિક્ષણ વ્યવસ્થાની મોટામાં મોટી ખૂબી છે. ત્યાં વિદ્યાર્થીઓને વિવિધ ગ્રૂપમાં વહેંચી પ્રયોગાત્મક કાર્ય અને વિવિધ સ્પર્ધાઓ કરાવવામાં આવે છે. આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓના મનમાં હરિફાઇની ભાવના ને જન્મ આપે છે. હરિફાઇની ભાવના વિદ્યાર્થીઓને આગળ વધવા માટે પ્રેરિત કરે છે. 

છેલ્લા 5-10 વર્ષની વાત કરીએ તો અહીં ઉચ્ચ અભ્યાસ કરવા માટે નોંધણી કરાવનારા વિદ્યાર્થીયોમાં 10થી 12 ટકા વિદ્યાર્થીઓ વિદેશી છે. વિદેશી વિદ્યાર્થીઓ અહીં મોટા ભાગે સ્નાતક પદવી માટે અપ્લાય કરતા હોય છે. અહીં શિક્ષણને લઇને જે નવી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે એ યોજનાઓને કારણે વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો નક્કી છે. 

નેધરલેન્ડની સૌથી પ્રાચીન વિશ્વવિદ્યાલય લીડેન છે. જેની સ્થાપના 1575માં થઇ હતી. યૂનિવર્સિટી ઓફ એમ્સટર્ડેમ અને યૂનિવર્સિટી ઓફ ઉત્રેચ અહીંની સૌથી મોટી યુનિવર્સિટીઓ છે.  નેધરલેન્ડના એજ્યુકેશનને એફોર્ડેબલ માનવામાં આવે છે. અને વિદેશી વિદ્યાર્થીઓને આપવામાં આવતા કન્શેશન એને વધુ એફોર્ડેબલ બનાવી દે છે. વિદેશી વિદ્યાર્થીઓને નિયમો પ્રમાણે અભ્યાસની સાથે સાથે પાર્ટ ટાઇમ જોબ કરવાની પણ છૂટ આપવામાં આવે છે. 

નેધરલેન્ડના વિજા નિયમો અન્ય યૂરોપિયન દેશા જેવા જ છે. નક્કિ કરેલી ઓપચારિકતાઓ પૂર્ણ કરવાથી નેધર્લેન્ડમાં સરળતાથી સ્ટૂડન્ટ વિઝા મળી જાય છે. ભારત સાથે નેધરલેન્ડના સારા સંબંધો હોવાને કારણે ભારતીય વિદ્યાર્થીઓને વિજા માટે વધુ સમસ્યાઓ સામનો કરવો પડતો નથી. નેધરલેન્ડમાં વિદેશી વદ્યાર્થીઓ માટે અનેક સ્કોલરશિપ સ્કિમો ઉપલબ્ધ છે જેનો લાભ કોઇ પણ દેશના વિદ્યાર્થીઓ મેળવી શકે છે. 

નેધરલેન્ડમાં મોટાભાગના લોકો સ્થાનિક ભાષામાં જ વાત કરે છે પરંતુ તમને ત્યાં ભાષાને કારણે કોઇ સમસ્યા નહીં થાય કારણ કે 95 ટકા ડચ નાગરીકો અંગ્રેજી ભાષા પર પણ પ્રભુત્વ ધરાવે છે. વિદેશી વિદ્યાર્થીઓની સગવડ માટે અહીં યુનિવર્સિટીઓમાં અંગ્રેજી ભાષામાં ભણાવવામાં આવે છે. 

નેધરલેન્ડ એ યુરોપના દરવાજા તરીકે ઓળખાય છે. કારણ કે નેધરલેન્ડથી યુરોપના કોઇ પણ દેશની રાજધાનીમાં સરળતાથી જઇ શકાય છે. ડચની રાજધાની એમ્સટર્ડેમથી પેરીસ, બર્લિન, બ્રુસેલ્સ અને લંડન તો થોડાકજ ક્લાકના અંતરે છે. અહીં ની યુનિવર્સિટીઓ દ્વારા આપવામાં આવતી ડિગ્રી આંતરરાષ્ટ્રીય માન્યતા ધરાવતી હોવાથી વિદ્યાર્થી દુનિયાના કોઇ પણ ખૂણે ઉચ્ચ અભ્યાસ કે જોબ માટે માન્યતા ધરાવતો થઇ જાય છે.  

નેધરલેન્ડની પ્રમુખ શિક્ષણ સંસ્થાઓ

University Eindhoven

University Groningen

niversity Leiden

University of Amsterdam

Technical University Delft

You might also like