ઉંમર ૩૦થી ઓછી, છતાં બોલિવૂડની ‘તીસ માર ખાં’  

ચમક-દમક, દોલત-શોહરત અને ગ્લેમર ભરેલા બોલિવૂડમાં પોતાની એક અલગ ઓળખ ઊભી કરવી એ સહેજ પણ સહેલું કામ નથી. અહીં સ્ટારપુત્રો પણ ફ્લોપ થાય છે તો સાવ સામાન્ય બેકગ્રાઉન્ડમાંથી આવેલા અજાણ્યા ચહેરાઓ પણ હિટ થઇ જાય છે. આજે અહીં કેટલીક અભિનેત્રીઓ એવી છે, જેમની ઉંમર ૩૦ વર્ષ કરતાં પણ ઓછી છે, છતાં તેમણે નામ અને દામ બંને મેળવી લીધાં છે.દીપિકા પદુકોણઃ ૨૯ વર્ષની દીપિકા પદુકોણ હાલમાં બોલિવૂડની ટોપ-૩ અભિનેત્રીમાં સામેલ છે. પહેલી હિટ ફિલ્મ શાહરુખ ખાન સાથે આપ્યા બાદ દીપિકાએ થોડાે સંઘર્ષ કરવાે પડ્યાે હતાે. તે હિટ ફિલ્મો માટે તરસતી હતી, જોકે ‘કોકટેલ’ ફિલ્મે તેની કરિયર બદલી નાખી. ત્યાર પછી તે વર્ષમાં એકાદ-બે હિટ ફિલ્મો આપે જ છે. આટલી નાની ઉંમરમાં દીપિકાએ ખૂબ શોહરત મેળવી લીધી.શ્રુતિ હાસનઃ ર૮ વર્ષની શ્રુતિ હાસન બોલિવૂડમાં વધુ સફળ અભિનેત્રીઓની યાદીમાં ભલે ન હોય, પરંતુ પોતાની અદાઓથી તે કરોડો ફેન્સના દિલ પર રાજ કરે છે. શ્રુતિ હિંદી ફિલ્મો ઉપરાંત સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ જાણીતું નામ છે.અનુષ્કા શર્માઃ ‘રબ ને બના દી જોડી’થી કારકિર્દીની બેસ્ટ શરૂઆત કરનાર ૨૫ વર્ષની અનુષ્કા શર્મા આજે સફળ અભિનેત્રીઓની યાદીમાં સામેલ થઇ ચૂકી છે. તેણે ટૂંકા ગાળામાં ઘણી હિટ ફિલ્મો આપી છે. ‘એનએચ-૧૦’ ફિલ્મ પ્રોડ્યૂસ કરીને તેણે નિર્માણ ક્ષેત્રે પણ ઝંપલાવ્યું છે. આ ફિલ્મ પણ સફળ રહી હતી. વળી, તે ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી સાથેના અફેરને લઇને પણ ચર્ચામાં છે.ઈલિયાના ડી ક્રૂઝઃ  સાઉથથી બોલિવૂડ સુધીની સફરમાં ૨૭ વર્ષની ઇલિયાના ડી ક્રુઝે કરોડો ચાહકો મેળવી લીધા છે. ‘બર્ફી’ જેવી ફિલ્મમાં અભિનય કરીને તેણે ખુદને સાબિત કરી દીધી છે. હાલમાં તેની પાસે ઘણી સારી ફિલ્મોની ઓફર છે.આલિયા ભટ્ટઃ  આ બધામાં તે સૌથી ટોપ પર છે. તે ઉંમરમાં બોલિવૂડની સૌથી નાની વયની છે. માત્ર ૨૨ વર્ષની ઉંમરે તે સફળતાની ટોચે પહોંચી ગઇ છે. આ સફળ અને બિનધાસ્ત અભિનેત્રીના હાલમાં સૌથી વધુ ફેન છે.કંગના રાણાવતઃ તે બોલિવૂડની ‘ક્વીન’ બની ચૂકી છે. આજે કંગના રાણાવતને બોલિવૂડમાં સફળતાની ગેરંટી માનવામાં આવે છે. ‘ક્વીન’ અને ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’ની ઉપરાઉપરી સફળતા મેળવીને કંગનાએ પોતાની જાતને સાબિત કરી દીધી છે.યામી ગૌતમઃ ૨૬ વર્ષની ‘ફેર એન્ડ લવલી’ ગર્લ યામી ગૌતમે ‘વિકી ડોનર’ ફિલ્મથી બોલિવૂડમાં કરિયર શરૂ કરી. ત્યાર બાદ તે બોલિવૂડનો ક્યૂટ ચહેરો બની ગઇ. તેની કરિયરે હાલમાં તેજ રફતાર પકડી લીધી છે.શ્રદ્ધા કપૂરઃ ૨૬ વર્ષીય શ્રદ્ધા કપૂર બોલિવૂડની હોટ અભિનેત્રી ગણાય છે. ‘આશિકી-૨’ ફિલ્મ બાદ તેણે બોલિવૂડમાં પોતાની એક અલગ ઓળખ ઊભી કરી. ત્યાર બાદ ‘એક વિલન’ અને ‘હૈદર’ જેવી ફિલ્મોથી તેણે અભિનયક્ષમતાનો જબરદસ્ત પરચો આપી દીધો છે. • 
You might also like