ઈપીએફઓની જેમ અન્ય પેન્શન ફંડ પણ શેરબજારમાં રોકાણ કરે

મુંબઇઃ દેશના સૌથી મોટા એમ્પ્લોઇસ પ્રોવિડન્ટ ફંડે પાછલાં સપ્તાહથી શેરબજારમાં રોકાણની શરૂઆત કરી દીધી છે. ઇક્વિટી બજાર નિયમનકારી એજન્સી સેબીએ અન્ય પેન્શન ફંડ્સ પણ બજારમાં રોકાણ કરવા વિચારણા કરે તેની હિમાયત કરી છે.

ઇપીએફઓના શેરબજારમાં રોકાણના નિર્ણયને આવકારતાં સેબીના ચેરમેને જણાવ્યું કે ઇપીએફઓની પાંચ ટકા થાપણો મૂડીબજારમાં આવશે. તે એક સકારાત્મક બાબત છે. દેશના સૌથી મોટા પેન્શન ફંડ ઇપીએફઓએ આ પ્રકારનો નિર્ણય કર્યો છે. અન્ય પેન્શન ફંડ્સે પણ આ અંગે વિચારણા કરવી જોઇએ. તેમણે વધુમાં જણાવ્યું કે ઇપીએફઓએ પાંચ ટકાની મર્યાદામાં વધારો કરવો જોઇએ.

You might also like