ઈન્ડોનેશિયામાં ૬.૬ની તીવ્રતાનો ભૂકંપ

મેનોકવારી : ઈન્ડોનેશિયાના પૂર્વ પ્રાંતમાં દરિયામાં ઊંડે આવેલા ૬.૬ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપને લીધે ૩૯ લોકો ઘાયલ થયાં હતા. સંખ્યાબંધ ઈમારતોને નુક્સાન થયું હતું. ભૂકંપને લીધે ગભરાઈને લોકો તેમના ઘરો, હોટલો અને હોસ્પિટલોમાંથી પણ ભાગી છૂટ્યા હતા. આ ભૂકંપ દરિયામાં ૨૪ કિ.મી.ની   ઊંડાઈએ આવ્યો હતો. 

 

યુ એસ જિયોલોજિકલ સર્વેએ તેની વેબસાઈટ પર જણાવ્યું હતું કે ઈન્ડોનેશિયાના પશ્ચિમ પપુઆ પ્રાંતમાં સોરોંગથી ઉત્તરે ૨૮ કિ.મી.ના અંતરે આ ભૂકંપનું કેન્દ્રબિંદુ હતું. સોરોંગની એક એજન્સીના જણાવ્યા મુજબ ભૂકંપથી ગભરાઈને સેંકડો લોકો તેમના ઘરોમાંથી જીવ બચાવવા નાસી છૂટ્યા હતા અને લગભગ ૩૯ લોકો ઘવાયા હતા. આ ભૂકંપને લીધે ૨૬૦ મકાનો અને બિલ્ડીંગને નુક્સાન થયું હતું.

You might also like