ઈડીઅેલઆઈમાં હવે છ લાખનું વીમાકવચ મળશે

હૈદરાબાદઃ કેન્દ્રિય શ્રમ પ્રધાન બંડારુ દ્ત્તાત્રેયઅેે જણાવ્યુ છે કે કર્મચારી જમા સંબંધી વીમા યાેજના (ઈડીઅેલઆઈ) હેઠળ હવે મહત્તમ છ લાખનું વીમા કવચ મળશે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના કેન્દ્રિય ટ્રસ્ટીબાેર્ડ(સીબીટી)ની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયાે હતાે. હાલ ઈડીઅેલઆઈ હેઠળ મહત્તમ ૩.૬૦ લાખનું વીમા કવચ મળે છે. સરકાર તરફથી ઈડીઅેલઆઈ સ્કીમમાં સંશાેધનની જાહેરાત થયા બાદ વધેલા વીમા કવચનાે લાભ મળવાનું શરૂ થઈ જશે.  બેઠક બાદ બંડારૂઅે પત્રકારાેને જણાવ્યું કે  સીબીટીઅે કર્મચારીઆેને ઈડીઅેલઆઈ હેઠળ દાવાની રકમનાે લાભ મેળવવા માટે અગાઉ રાખવામાં આવેલી શરત પણ દૂર કરી દેવાઈ છે. જાેેકે હાલ વીમાનાે લાભ મેળવવા વર્તમાન પેઢી કે કંપનીમાં ૧૨ માસ સતત નાેકરીની શરત રાખવામાં આવી છે. બેઠકમાં બાંધકામક્ષેત્રે કામ કરનારા તમામ કામદારાેને પણ ઈપીઅેફ સ્કીમમાં સામેલ કરવા અને તેમને યુનિવર્સલ અેકાઉન્ટ નંબર અેટલે યુઅેઅેન આપવા અંગે વિચારણા ચાલી રહી છે. ઈડીએલઆર સ્કીમ હેઠળ કાેઈ ઈપીઅેફ સભ્ય કર્મચારીનું સતત અેક વર્ષની નાેકરી બાદ મૃત્યુ થાય તાે તેના પરિવારના સભ્યને બાેનસ ઉપરાંત વર્ષે સરેરાશ પગાર( મહત્તમ મર્યાદા ૧૫૦૦૦)ના વીસ ગણાની બરાેબર રકમ વીમા તરીકે મળે છે. હવે તેમાં ફેરફાર કરવામા આવ્યાે છે. ઈપીઅેફઆે પાસે હાલ (૩૧ માર્ચ ૨૦૧૫ સુધી) કુલ ૧૫,૭૨૩ કરાેડનું ફંડ છે. તેના ઈડીએલઆઈના ફંડમાં દર વર્ષે ૯૩૬.૧૨ કરાેડની રકમ સભ્યાે પાસેથી મળે છે. ઈડીઅેલઆઈ સ્કીમ હેઠળ દર મહિને કર્મચારીઆેને મૂળ પગારના ૦.૫ ટકા રકમ વીમા પ્રિમિયમ તરીકે આપવી પડે છે.
You might also like