ઈંદ્રાણીના પ્રથમ પતિ સિદ્ધાર્થનો ધડાકોઃ શીના મારી જ દીકરી છે

કોલકાતાઃ એક ટીવી ન્યૂઝ ચેનલે ઈંદ્રાણી મુખરજીના પ્રથમ પતિ અને હત્યા કરાયેલી શીનાના પિતા સિદ્ધાર્થ દાસનું ઘર શોધી કાઢ્યું છે. સિદ્ધાર્થ દાસ હાલ કોલકાતામાં રહે છે. સિદ્ધાર્થે એક વાતચીતમાં જણાવ્યું હતું કે શીના તેમની જ પુત્રી છે. તેમણે જણાવ્યું હતું કે પોલીસ ઈચ્છે તો હું ડીએનએ ટેસ્ટ આપવા પણ તૈયાર છું.

ઈંદ્રાણી સાથે મારાં લગ્ન થયાં નથીસિદ્ધાર્થે એવો દાવો કર્યો છે કે ઈંદ્રાણી સાથે તેમનાં લગ્ન થયાં નથી, પરંતુ અમે સાથે રહેતાં હતાં. શક્ય છે કે તે અમારા સ્ટેટસથી ખુશ નહીં હોય. આ અગાઉ આ ટીવી ન્યૂઝ ચેનલે આસામમાં સિદ્ધાર્થના પરિવારનો પણ સંપર્ક કર્યો હતો. સિદ્ધાર્થના ભાઈ શાંતનુ દાસે જણાવ્યું હતું કે સિદ્ધાર્થ છેલ્લાં ૧૦ વર્ષથી પરિવારના સંપર્કમાં નથી. જોકે તેમણે એ વાતને સમર્થન આપ્યું હતું કે શીના સિદ્ધાર્થની પુત્રી છે.

નકલી દસ્તાવેજો ધરાવતું કમ્પ્યૂટર જપ્તપોલીસે એ કમ્પ્યૂટર જપ્ત કર્યું છે, જેનાથી શીનાનું નકલી રાજીનામું અને મકાન માલિકને ભાડા કરાર રદ કરવા પત્ર લખવામાં આવ્યો હતો. પોલીસે કમ્પ્યૂટરની હાર્ડ ડિસ્ક જપ્ત કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઈંદ્રાણીએ શીનાની આ દસ્તાવેજ પર નકલી સહી કરી હતી.

You might also like