ઈંગ્લેન્ડ તરફથી વન ડેમાં સૌથી વધુ છગ્ગા મોર્ગને ફટકાર્યા

લંડનઃ ઈંગ્લેન્ડની વન ડે ટીમના કેપ્ટન ઈયોન મોર્ગને એક નવો રેકર્ડ પોતાના નામે કરી લીધો છે. મોર્ગન ઈંગ્લેન્ડ તરફથી વન ડે ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારો બેટ્સમેન બની ગયો છે. મોર્ગને પોતાની વન ડે કરિયરમાં અત્યાર સુધીમાં ૯૪ છગ્ગા ફટકાર્યા છે. આના માટે તે ૧૧૯ ઇનિંગ્સ રમ્યો છે. મોર્ગનની પહેલાં આ રેકર્ડ એન્ડ્ર્યુ ફ્લિન્ટોફના નામે હતો. ફ્લિન્ટોફે ૯૨ છગ્ગા ફટકાર્યા હતા. મોર્ગને આ ઉપલબ્ધિ ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ચોથી વન ડે દરમિયાન હાંસલ કરી. જોકે ઓસ્ટ્રેલિયા સામે અંતિમ વન ડેમાં માથામાં ઈજા થવાને કારણે તેણે રિટાયર હર્ટ થવું પડ્યું હતું.

You might also like