ઈંગ્લેન્ડે ત્રીજી ટેસ્ટમાં ઓસી.ને ૮ વિકેટે હરાવ્યું

બર્મિગહામઃ ઈંગ્લેન્ડે આજે પોતાના ઓલરાઉન્ડર પ્રદર્શનના જોરે એજબેસ્ટનમાં રમાઈ રહેલ ત્રીજી એશિજ ટેસ્ટ મેચમાં ત્રીજા દિવસે શુક્રવારે ઓસ્ટ્રેલિયાને આઠ વિકેટે હરાવ્યું હતું. બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાના હાથ ૪૦૫ રનની સજ્જડ હાર મેળ્યા પછી શાનદાર રીતે પરત ફરનાર ઈંગ્લેન્ડની ટીમે આ જીત સાથે પાંચ મેચોની સિરિજમાં ૨-૧થી સરસાઈ બનાવી છે. ઈંગ્લેન્ડે કાર્ડિફમાં રમાયેલ પહેલા મુકાબલામાં ૧૬૯ રનની જીત મેળવી હતી.
સ્ટીવન ફિનની ૭૯ રનમાં છ વિકેટની મદથી ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગ ૨૬૫ રનમાં પૂરી થઈ ગયા બાદ ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ જીતવા માટે ૧૨૧ રનનો ટાર્ગેટ બે વિકેટ ગુમાવી પાર કર્યો હતો. જેમાં બયાન બેલના શાનદાર અર્ધશતકનો સમાવેશ છે. બેલના અણનમ ૬૫ અને જો ટુરના અણનમ ૩૮ રન મહત્ત્વના છે. રૂટ અને બેલે ૫૧ રનના કુલ યોગ પર બીજી વિકેટ ગુમામાવ્યા પછી ત્રીજી વિકેટમાં ૭૩ રની ભાગીદારી કરી ટીમને યાદગાર જીત અપાવી હતી. ઈંગ્લેન્ડના કપ્તાન એલિસ્ટર કુક ૭ અને એડમ લિથ ૧૨ રને આઉટ થયા હતા. બેલે ૯૦ બોલમાં ૧૦ ચોગ્ગા જ્યારે ટુડે ૬૩ હોલનો સામનો કરતાં છ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો.
 

You might also like