ઇસરોનાં 'ગગન'માં ભારતીય રેલ્વે મુક્ત પણે વિચરશે

નવી દિલ્હી : સુરક્ષા અને દક્ષતાની ક્ષમતાને સુધારવા માટે ભારતીય રેલ્વેએ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠ (ઇસરો) સાથે ટુંક જ સમયમાં હાથ મિલાવે તેવી શક્યતાઓ છે. જેનાં પગલે રેલ્વેની ઓનલાઇન સેટેલાઇટ તસ્વીરો મળતી રહેશે. યાત્રી સુવિધાઓ અને માલવાહક સેવાઓની સુરક્ષા માટે ઇસરોએ ‘ગગન’ (જીપીએસ એડેડ જિયો ઓગમેટેડ નેવિગેશન) પ્રણાલી તૈયાર કરી છે. આ વાતની જાણકારી આપતા જીઆઇએસ મેપિંગ પ્રોજેક્ટનાં એક વરિષ્ઠ અધિકરીએ આપી હતી. 

જિયોસ્પેશિયલ ટેકનોલોજીમાં જીપીએસ, જીઆઇએસ અને આરએસનો સમાવેશ કરવામાં આવ્યો છે. અધિકારીએ જણાવ્યું કે જીઆઇએસ પ્લેટફોર્મ તૈયાર કરવા માટે અમે ઇસરોની સાથે ટુંકમાં જ એમઓયુ સાઇન કરીશું. સેટેલાઇટ સિસ્ટમ દ્વારા તસ્વીરો અને સંચારની સુવિધાઓ પ્રાપ્ત થઇ શકેશે. તેમણે જણાવ્યું કે જ્યારે તસ્વીરે વિસ્તારનાં મેપિંગ માટે કામ આવશે ત્યારે સંચાર દ્વારા લાંબા રૂટની ટ્રેનોમાં વાઇફાઇ સેવાની શરૂઆત આપી શકાશે. 

અત્રે નોંધનીય છે કે ‘ગગન’ સંપુર્ણ રીતે ભારતમાં વિકસીત ડિવાઇસ અને ટેકનોલોજી છે. આ નેવિગેશન સિસ્ટમની મદદથી ટ્રેનની સ્થિતીની સંપુર્ણ અને સટીક જાણકારી મળી શકશે. પછી તે ટ્રેન ગમે તેવા રસ્તામાંથી પસાર થતી હોય માહિતી સટીક પ્રાપ્ત થશે. 

You might also like