ઇલાજ માટે પૈસા ન હતા તો માતાઅે દીકરીને કૂવામાં ફેંકી

જયપુરઃ ગરીબીને કારણે પોતાની નવજાત બાળકીના ઇલાજનો ખર્ચ ઉઠાવવામાં અક્ષમ માતાઅે દિલ પર પથ્થર મૂકીને માસૂમ પુત્રીને કૂવામાં ફેંકી દીધી છે. નવજાત બાળકી તરત જ મૃત્યુ પામી. જયપુરના બહારના વિસ્તાર માનસરોવરથી પોલીસે ૨૨ વર્ષીય યુવતીની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ જાણવા મળશે કે બાળકીનું મૃત્યુ કૂવામાં ફેંકવાથી જ થયું કે પહેલા થઈ ચૂક્યું હતું. 

પોલીસના જણાવ્યા મુજબ બાળકીનો જન્મ સાડા સાત મહિને થયો હતો અને તેનું વજન માત્ર બે કિલો હતું. બુધવારે પોલીસને સમાચાર મળ્યા કે એક બાળકી કૂવામાં મૃત હાલતમાં મળી અાવી છે. પ્રાથમિક તપાસમાં અે વાત સામે અાવી કે બાળકીને કિડનીમાં જન્મથી જ સમસ્યા હતી. વરિષ્ઠ પોલીસ અધિકારીઅે જણાવ્યું કે બાળકીના માતા પિતાઅે ઘણી હોસ્પિટલમાં તેનો ઇલાજ કરાવવાનો પ્રયત્ન કર્યો અને િવતેલા બે મહિનામાં લગભગ ૨૦ હજાર રૂપિયા ખર્ચ કર્યા. 

પોલીસે જણાવ્યું કે તેના પિતા રાજેશ મજૂર છે. તે દિવસમાં ૨૦૦થી ૩૦૦ રૂપિયા કમાઈ શકે છે. માનસરોવર પોલીસ સ્ટેશનના અેચએસઅો બાલારામે કહ્યું કે બાળકીની માતા સીમાઅે પૂછપરછમાં જણાવ્યું કે અમે બાળકીનું પેટ ભરી શકવામાં પણ સક્ષમ નથી તો તેનો ઇલાજ કેવી રીતે કરાવીઅે. પરેશાન થઈને તેને બાળકીને કૂવામાં ફેંકી દીધી.

પોલીસ પોસ્ટમોટર્મ રિપોર્ટની રાહ જોઈ રહી છો. વરિષ્ઠ પોલીસ અધિકારીઅે જણાવ્યું કે તેમની બાળકીનો સરકારી હોસ્પિટલમાં મફતમાં ઇલાજ થઈ શકત. મહિલાની સાથે કાયદા અનુસાર કાર્યવાહી થશે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ તેની વિરુદ્ધ હત્યાનો કેસ પણ નોંધવામાં અાવશે.

 

You might also like