ઇરાનની અમેરિકાને ધમકી, યુદ્ધ થયું તો હરાવી દઇશું

તહેરાન : ઇરાનના સૌથી મોટા નેતા આયતુલ્લાહ ખોમેનીએ યુદ્ધને લઇને અમેરિકાને ધમકી આપી દીધી છે. ખોમેનીનો વિડિયો બહાર પાડવામાં આવ્યો છે. જેમાં તે કહે છે કે અમે યુદ્ધનું ન તો સ્વાગત કરીએ છીએ અને ન તો શરૃઆત. તેમણે જાણી લેવું જોઇએ કે કોઇ પણ યુદ્ધ શરૃ થયું તો તેમાં હાર ઘૂસણખોર અને અપરાધી અમેરિકાની થશે. ઉલ્લેખનીય છે કે ઇરાને થોડા દિવસો પહેલાં ઇઝરાયેલને આવનારા ૨૫ વર્ષમાં નામશેષ કરી નાંખવાની ધમકી આપી હતી.

ખોમેનીના યુ-ટ્યૂબ પેઝ પર બહાર પાડવામાં આવેલા આ વિડિયોનું ટાઇટલ છે, ‘જો યુદ્ધ થયું તો.’ એક મિનિટ અને ૪૩ સેકન્ડના આ વિડિયોની શરૃઆતમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાના એક નિવેદનથી થાય છે. તેમાં ઓબામા ઇરાનને બરબાદ કરી નાંખવાની ધમકી આપી રહ્યાં હોય છે. ત્યારબાદ વ્હાઇટ હાઉસ દેખાડવામાં આવે છે અને તેના બેકગ્રાઉન્ડમાં ખોમેનીનો અવાજ આવતો હોય છે. જેમાં તે કહે છે કે, એક અમેરિકન નેતા દાવો કરે છે કે તે ઇરાનને તબાહ કરી શકે છે.

આપણા વડવાઓ આ પ્રકારની ધમકીઓને ઘમંડ કહે છે. ત્યાર બાદ ઇરાનના સૈન્યની તાકાત બતાવવામાં આવે છે. તેમાં ઇરાની મિસાઇલ અમેરિકાની ટેન્કોને નષ્ટ કરતી જોવા મળી રહી છે. વળી આઇએસઆઇએ પણ ૯/૧૧ હુમલાની વર્ષગાંઠ પર અમેરિકાને આ પ્રકારના હુમલાની ધમકી આપી છે. આ અંગે એક વિડિયો બહાર પાડવામાં આવ્યો છે અને દાવો કરવામાં આવ્યો છે કે તેઓ અમેરિકામાં ઘૂસી ચુક્યાં છે. ૧૦ મિનિટના આ વિડિયોમાં સળગતા વર્લ્ડ ટ્રેડ સેન્ટર બાદ ઓસામા બિન લાદેનની તસવીર બતાવવામાં આવી છે. આઇએસઆઇએસએ ધમકી આપી છે કે વિસ્ફોટકોથી ભરેલી ગાડીઓ અને આત્મઘાતી હુમલાખોરો અમેરિકામાં તબાહી મચાવી દેશે.

You might also like