ઇરાકમાં ISની પીછેહઠ બાદ કુર્દિશ સૈનિકોનાં માથા વાઢતો વીડિયો બહાર પાડ્યો

બેગબાદઃ સિરિયા અને ઇરાકને ધમરોળી રહેલા આઇએસઆઇએસ દ્વારા વધુ એક ક્રુક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. 10 કુર્દીશ સૈનિકોનાં માથા વાઢતો આ વીડિયો ખુબ જ ઘાતક છે. સૈનિકોનાં માથા વાઢતા અગાઉ તેમની પાસે કુરાનમાંથી નમાન પઢાવાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કુર્દિશ સૈન્યએ ઇરાકનાં ઘણા વિસ્તારોમાંથી ISISને ખદેડી મુક્યું છે. જેથી કુર્દિશ સૈનિકોનાં મનમાં ડર બેસાડવા માટે આ વીડિયો જાહેર કરાયો હોવાનું મનાઇ રહ્યુ છે. 

અહેવાલ અનુસાર 30 સપ્ટેમ્બરનાં રોજ જાહેર થયેલ આ વીડિયો ઇરાકનાં મોસુલનો હોય તેવું લાગી રહ્યો છે. ઇસ્લામીટ સ્ટેટ દ્વારા અત્યાર સુધીમાં હત્યાનાં અનેક વીડિયો જાહેર કરવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર બાટીવા માઉન્ટ નજીક યુદ્ધમાં પોતાનાં 40 જેહાદીઓનાં મોતનાં થોડા કલાકોમાં આઇએસ દ્વારા આ વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો. 

અત્રે ઉલ્લેખનીય છે કે આઇએસ દ્વારા પોતાની પેટર્ન અનુસાર જ આ વીડિયો પણ જાહેર કર્યો હતો. 10 સૈનિકોને ઓરેન્જ જંપ સુટ પહેરાવીને ઘુંટણીયે બેસાડવામાં આવ્યા છે. કાળા કપડામાં ઉભેલા આતંકવાદીઓ તેમની પાછળ ઉભેલા દેખાય છે. ત્યાર બાદ કુર્દિશ સૈનિકો પોતાની અંતિમ ઘડીએ પ્રેયર કરતા સંભળાય છે. ત્યાર બાદ આઇએસનાં આતંકવાદીઓ તેમનાં મોતનું ફરમાન જાહેર કરે છે અને તેમને મારી નાખે છે.હત્યા બાદ આતંકવાદીઓ જાહેર કરે છે કે ઇસ્લામનાં દરેક દુશ્મનોનો હાલ આવો જ થશે. 

You might also like