ઇન્ડોનેશિયાનું 54 યાત્રીઓ સાથેનું પ્લેન ક્રેશ : તમામનાં મોતની આશંકા

પાપુઆ : ઇન્ડોનેશિયાનું એક યાત્રી વિમાન રવિવારે સેનતાનીથી અક્લિબિલ જવા માટે ઉડ્યું હતું. જો કે પાપુઆ વિસ્તારમાં તે ગુમ થઇ ગયું હતું. વિમાનમાં કુલ 54 લોકો હતા. જે પૈકી 49 યાત્રીકો જ્યારે 5 ક્રુ મેમ્બર્સ હતા. રાહત અને સંશોધન ચાલુ કરી દેવાયું છે. આ એટીઆર 42 વિમાનને શોધવામાં આવી રહ્યું છે. 

સ્થાનીક નેશ્નલ સર્ચ એન્ડ રેસક્યું એજન્સી અનુસાર વિમાનમાં 5 ક્રુ મેમ્બર્સ અને 49 યાત્રીકો બેઠા હતા. આ દુર્ધટનાની પૃષ્ટિ કરતા ટ્રાંસપોર્ટેશન મિનિસ્ટ્રીએ જણાવ્યું હતું કે રવિવારે ત્રિગાનાં એરનો સંપર્ક એર ટ્રાફીક કંન્ટ્રોલ સાથે તુટી ગયો હતો. આ અંગે વધુ માહિતી જણાવતા ટ્રાંસપોર્ટ મિનિસ્ટ્રીનાં હેડ જુલિસ બરાતાએ જણાવ્યું હતું કે આ પ્લેને બપોરે 2.55 વાગ્યે એર ટ્રાફીક કંટ્રોલ સાથેનો સંપર્ક ગુમાવી દીધો હતો.

 

(જે વિસ્તારમાં પ્લેન ગુમ થયાની આશંકા છે તે વિસ્તાર)

જ્યારે સંપર્ક તુટ્યો ત્યારે તે પ્લેન પાપુઆમાં હતું. આ પ્લેન ઓક્સબિલ માટે ઉડ્યું હતું. જો કે PK-YRN નામનું આ એરક્રાફ્ટ ઓક્સિબિલમાં ઉતર્યું નહોતું. આ એરક્રાફ્ટનાં પાઇલોટનું નામ કેપ્ટન હસનુદ્દીન જણાવાઇ રહ્યું છે. તેમાં કુલ પાંચ ક્રુ મેમ્બર્સ હતા. 

You might also like