ઇન્ટરનેટ એક્સપ્લોરરના બદલે આવશે માઇક્રોસોફ્ટ એજ

નવી દિલ્હી : ઇન્ટરનેટ એક્સપ્લોરરને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. માઇક્રોસોફ્ટે પોતાના લેટેસ્ટ બ્રાઉઝર પરથી પડદો ઉઠાવતા જાહેરાત કરી છે કે વિન્ડોઝ 10 OS અને તેની આગામી ઓપરેટિંગ સિસ્ટમમાં તેનુ લેટેસ્ટ બ્રાઉઝર જોવા મળશે. અત્યાર સુધી તેને પ્રોજેક્ટ સ્પાર્ટ કહેવામાં આવી રહ્યો હતો, પરંતુ હવે તેને માઇક્રોસોફ્ટ એજ નામ આપવામાં આવશે. આ એજની પાછળનું કારણ છે કે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ 10 બ્રાઉઝરના માટે જે રેડરિંગ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેનું નામ એઝ એચટીએમએલ છે.

માઇક્રોસોફ્ટના બિલ્ડ ડેવલપર્સ કોન્ફરન્સમાં બુધવારે આ જાહેરાત કરવામાં આવી હતી. તેણે માઇક્રોસોફ્ટ એજની ડિટેલ્સ જણાવતા કહ્યું કે તેને કોન્ટેન્ટ ક્રિએટ અને કન્જ્યૂમ કરવા માટે બનાવવામાં આવ્યો છે. આ બ્રાઉઝરમાં નવા ટેબ માટે નવો જ લેઆઉટ હશે. જેની ડિઝાઇન એપ્રોલ ફ્લેટ હશે. ફેવરેટ્સ ફોલ્ડર બ્રાઉઝરમાં બિલ્ટ હશે. વારંવાર વિઝીટ થનારીવેબસાઇટ્સમાં થમલેન દેખાશે. વેબ એપ્સ હશે અને કોર્ટાનાથી પર્સનલાઇઝ્ડ ઇન્ફર્મેશન પણ લઇ શકાશે. 

જેવુ કે આપણે જાન્યુઆરીના વિન્ડોઝ -10 ઇવેન્ટમાં જોયુ હતુ, એનોટેટિંગ, ડિસ્ટ્રેક્શન ફ્રી રીડિંગ અને કોર્ટાના સપોર્ટને ડિફોલ્ટનાં રૂપમાં પ્રોવાઇડ કરવામાં આવશે. માઇક્રોસોફ્ટનાં બ્લોગમાં લખવામાં આવ્યું છે કે, ‘ નવા બ્રાઉઝર દ્વારા તમે સીધુ જ વેબ પેજ પર લખી શકશો અને તેને શેર પણ કરી શકશો, કોઇ પણ પ્રકારનાં ડિસ્ટ્રેક્શન વગર ઓનલાઇન આર્ટિકલ પણ વાંચી શકશો તે ઉપરાંત સુવિધાની દ્રષ્ટીએ ઓફલાઇન રીડિંગ ફીચરનો પણ ઉપયોગ કરી શકશો.’ ખુલેલા ટેબ ઉપર માઉસ ફેરવવાથી વેબપેજનો નાનકડો થમલેન વ્યૂ જોવા મળશે. 

You might also like