આ ફૂટેલી તોપો શા માટે નિવૃત્ત નથી થતી?

નવી દિલ્હીઃ એવું ભારતીય ક્રિકેટમાં જ શા માટે બને છે કે દિગ્ગજ ખેલાડી યોગ્ય સમયે નિવૃત્તિનો નિર્ણય નથી લઈ શકતા? શાનદાર સફળતા હાંસલ કરવા છતાં એવું તે કયું કારણ છે કે દોઢ દાયકામાં ભારત તરફથી સફળતા હાંસલ કરનારા ચાર ખેલાડી હજુ પણ પોતાની આંતરરાષ્ટ્રીય કરિયરને લઈને અસમંજસની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે.  વીરેન્દ્ર સેહવાગ, યુવરાજસિંહ, ઝહીર ખાન અને હરભજનસિંહ આ એ ચોકડી છે, જે નવી સદીમાં સૌરવ ગાંગુલીથી લઈને મહેન્દ્રસિંહ ધોની સુધીનાને મહાન કેપ્ટન બનાવવામાં બહુ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. આ ચારેય ખેલાડીઓએ લગભગ એકસાથે જ પોતાની કરિયરની શરૂઆત કરી હતી અને પાછલા દોઢ દાયકામાં એ બુલંદીને સ્પર્શ્યા, જે અંગે સામાન્ય ખેલાડી કલ્પના પણ કરી શકે નહીં. એક તરફ જ્યાં આ ચારેય ખેલાડીઓ કે પછી તેમનાથી જુનિયર કહેવાતા ખેલાડી અલગ અલગ કારણોસર આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી ચૂક્યા છે ત્યારે આ ચારેય ફૂટેલી તોપ પસંદગીકારોના નજરઅંદાજ કરવા છતાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછા ફરવાની અપેક્ષા રાખીને બેઠા છે.નામઃ વીરેન્દ્ર સેહવાગઉંમરઃ ૩૬ વર્ષ
અંતિમ ટેસ્ટઃ માર્ચ-૨૦૧૩
અંતિમ વન ડેઃ જાન્યુઆરી-૨૦૧૩
આગામી વર્ષે ૩૭ વર્ષનો થનારો વીરેન્દ્ર સેહવાગ ખુદ સારી રીતે જાણે છે કે ટીમ ઇન્ડિયામાં તેની વાપસી લગભગ અશક્ય છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ટોપ ૨૧ ખેલાડીઓમાં સામેલ સેહવાગ લગભગ ત્રણથી ટેસ્ટ ટીમથી બહાર છે. શિખર ધવન, મુરલી વિજય અને લોકેશ રાહુલની સફળતા અને રિઝર્વમાં ગૌતમ ગંભીર જેવા અનુભવી અને વધુ ફિટ ખેલાડીનો વિકલ્પ હોવા છતાં શું વીરુને હજુ એવી આશા છે કે તેને આંતરરાષ્ટ્રીય મંચ પરથી ક્રિકેટને અલવિદા કહેવાની તક મળશે?નામઃ ઝહીર ખાન
ઉંમરઃ ૩૬ વર્ષ
અંતિમ ટેસ્ટઃ ફેબ્રુઆરી-૨૦૧૪
અંતિમ વન ડેઃ ઓગસ્ટ-૨૦૧૨
કપિલ દેવ બાદ ભારતના સૌથી સફળ ફાસ્ટ બોલર ઝહીર ખાનની ઇચ્છા ૧૦૦ ટેસ્ટની ક્લબમાં સામેલ થવાની છે, પરંતુ હજુ સુધી ૯૨ ટેસ્ટ રમનારા ઝહીરે પોતાની અંતિમ ટેસ્ટ લગભગ ૨૦ મહિના પહેલાં રમી હતી. ઈશાંત શર્મા, ઉમેશ યાદવ, ભુવનેશ્વરકુમાર જેવી ત્રિપુટીની સફળતા અને વિકલ્પ તરીકે વરુણ એરોન જેવા યુવાન બોલરને જોતાં એ મુશ્કેલ જ લાગી રહ્યું છે કે ઝહીરને ફરીથી ટેસ્ટ ટીમમાં સ્થાન મળે. ખાસ કરીને એ જોતાં આગામી એક વર્ષ સુધી ભારતનો ઉપમહાદ્વીપની બહાર કોઈ પ્રવાસ નથી.  સેહવાગની જેમ જ આગામી મહિને પોતાનો ૩૭મો જન્મદિવસ ઉજવનારા ઝહીરે પણ શું યોગ્ય સમયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને ‘બાય બાય’ કહેવાની તક ગુમાવી નથી દીધી?નામઃ હરભજનસિંહ
ઉંમરઃ ૩૬ વર્ષ
અંતિમ ટેસ્ટઃ ઓગસ્ટ-૨૦૧૫
અંતિમ વન ડેઃ જુલાઈ-૨૦૧૫
વર્તમાન સમયમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હરભજન જેવો સૌથી વધુ વિકેટ ઝડપનારો કોઈ અન્ય બોલર નથી, પરંતુ ૨૦૧૧ના વર્લ્ડકપ બાદથી જ ભજ્જી પસંદગીકારોની નજરમાંથી ઓઝલ થઈ ગયો છે. હાલમાં ટેસ્ટ કેપ્ટન કોહલીની જીદને કારણે તેને શ્રીલંકા પ્રવાસે તો લઈ જવાયો, પરંતુ પહેલી ટેસ્ટ બાદથી જ એ સ્પષ્ટ થઈ ગયું કે આ દિગ્ગજ સ્પિનર હવે ફૂટેલી તોપ છે. હરભજન પાસે મોકો હતો કે શ્રીલંકાના પ્રવાસ દરમિયાન ઐતિહાસિક જીત દરમિયાન તે હીરોની માફક આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દે, પરંતુ ભજ્જીએ કદાચ એ તક વધુ એક વાર ગુમાવી દીધી.નામઃ યુવરાજસિંહ
ઉંમરઃ ૩૩ વર્ષ
અંતિમ ટેસ્ટઃ ડિસેમ્બર-૨૦૧૨
અંતિમ વન ડેઃ ડિસેમ્બર-૨૦૧૩
ડિસેમ્બર મહિનામાં ૩૪ વર્ષનો થનારા યુવરાજસિંહે પાછલાં બે વર્ષથી ભારત તરફથી એક પણ વન ડે મેચ રમ્યો નથી. વર્તમાન ટીમમાં ફક્ત ધોનીએ જ યુવરાજથી વધુ રન બનાવ્યા છે, પરંતુ ટીમ ઇન્ડિયાના મિડલ ઓર્ડરમાં હાલ તો એવી કોઈ ખાલી જગ્યા દેખાતી નથી કે જ્યાં યુવીનો સમાવેશ થઈ શકે. આ ઉપરાંત યુવીએ ગત વર્ષે ના તો આઇપીએલમાં કે ના તો રણજી ટ્રોફીમાં કોઈ તરખાટ મચાવ્યો છે, પરંતુ વિરાટ કોહલી કેપ્ટન બનતા યુવીને આશા છે કે જે રીતે હરભજનનું નસીબ પલટાયું કદાચ એવી જ રીતે તેનું પણ નસીબ પલટાય અને ટીમ ઇન્ડિયામાં તેને સ્થાન મળે.
You might also like