આ ચાડિયો ખેતરમાં નહીં, ચીન-રશિયાની બોર્ડર પર પહેરો ભરે છે

સામાન્ય રીતે ચાડિયો ખેતરની રક્ષા કરતો નજરે પડતો હોય છે, પરંતુ આ ચાડિયાની વાત કંઈક અલગ જ છે. રશિયાના સરહદી ગામ નિઝનેલેન્સિક્યોય પાસે એક વોચ ટાવર પર નકલી મિલિટરી મેનનો ચાડિયો ખડો કરી દેવામાં આવ્યો છે. આ વાતનો ભાંડો ચીનના એક પત્રકારે ફોડતાં લોકોને હકીકતની જાણ થઈ હતી. હકીકતમાં આ પત્રકાર સરહદી વિસ્તારમાં અભ્યાસ માટે આવ્યો હતો અને તેણે લીધેલી એક તસવીરથી આ આખી વાતનો ઘટસ્ફોટ થયો હતો. દૂરથી સૈનિક જેવો જ લાગતો આ ચાડિયો લોકોને દૂર રાખવા માટે લગાવવામાં આવ્યો હોવાની વાત બહાર આવી છે.

You might also like