આસામ: પૂરની સ્થિતિ ફરી વણસી, મોતનો આંકડો ૩૧  

ગુવાહાટીઃ આસામમાં પૂરની સ્થિતિ આજે ફરી એકવાર વણસી ગઇ હતી.દરમિયાન પૂરના કારણે વધુ બે લોકોનાં મોત સાથે મોતનો આંકડો વધીને આજે ૩૧ ઉપર પહોંચી ગયો હતો. રાજ્યમાં પુરના કારણે ૧૯ જિલ્લામાં ૧૪ લાખ લોકોને માઠી અસર થઇ છે.

આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યુ છે કે ડિબરૂગઢમાં એકનુ મોત થયુ હતુ.જ્યારે તીનસુકિયામાં પણ એકનુ મોત થયુ છે. બ્રહ્યપુત્ર અને તેની સહાયક નદીઓના પાણી ૨૨૦૦ ગામોમાં પ્રવેશી ગયા છે. ૧.૮ લાખ હેક્ટર પાક ભૂમિને નુકસાન થયુ છે. બચાવ અને રાહત કામગીરી માટે ડિબરૂગઢમાં સેનાને પણ બોલાવવામાં આવી છે.

પૂરના કારણે વધુ લાખો લોકો સકંજામાં આવી ગયા છે અને કુલ અસરગ્રસ્ત લોકોની સંખ્યા વધીને હવે ૧૪ લાખ સુધી પહોંચી ગઇ છે. ૨૨૦૦થી વધારે ગામો ભારે અસરગ્રસ્ત થયા છે.રાજ્યમાં કુલ ૧૯ જિલ્લા પૂરના સકંજામાં આવી ગયા આસામમાં પૂરની સ્થિતિ ફરી એકવાર વણસી ગઇ છે. કારણ કે રાજ્યભરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. પુરના કારણે વધુ લાખો લોકો સકંજામાં આવી ગયા છે. 

પૂરના કારણે અસર પામેલા જિલ્લામાં ધેમાજી, કોકરાઝાર, બોંગાઇગામ, સોનિપુર, બારપેટા, ગોલપારા, મોરીગાવ, કચાર, લખીમપુર, જોરહાટ, તીનસુકિયા, બક્સા, કામરૂપ, ડિબરૂગઢ, શિવસાગર, ગોલાઘાટ અને નાગાવનો સમાવેશ થાય છે. મોરીગાવ જિલ્લામાં પોબિટોરા વાઇલ્ડલાઇફ અભ્યારણમાં ભારે નુકસાન થયું છે. કેટલાક અસામાન્ય પ્રાણીને અન્યત્ર ખસેડી લેવાની ફરજ પડી છે. બ્રહ્યપુત્ર નદીમાં પાણીની સપાટી ડિબરૂગઢ ખાતે ભયજનક સ્તર સુધી પહોંચી ગઇ છે. જોરહાટમાં પણ નેમાટીઘાટ ખાતે પણ તેની સપાટી ઉંચી સપાટી પર છે. સોનિતપુરમાં તેજપુર, ગુવાહાટી, ગોલપારા શહેર અને અન્ય અનેક વિસ્તારોમાં બહ્મપુત્રા નદીમાં પાણીની સપાટી ઊંચી સપાટી પર પહોંચી છે.

You might also like