આસામમાં રાત્રે ૪.૬ની તીવ્રતાના ભૂકંપના આંચકા

ગુવાહાટી: આસામમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રત ૪.૬ માપવામાં આવી હતી. ભૂકંપથી કોઈ ખુવારી થયાના અહેવાલ નથી. 

આસામ, ભારતના પૂર્વોત્તર રાજ્યો અને ભૂતાનના કેટલાક ભાગો મધ્યમ તીવ્રતાવાળા ભૂકંપથી ધ્રૂજી ઊઠ્યા હતા. ભૂકંપથી ગભરાયેલા લોકો ઘરોમાંથી રસ્તા પર દોડી આવ્યા હતા. રિક્ટર સ્કેલ પર ૪.૬ની તીવ્રતાનો ભૂકંપ રાત્રે ૧૦.૩૦ વાગ્યાના સુમારે આવ્યો હતો અને તેનું એપી સેન્ટર ચીનની સરહદે આવેલા આસામમાં દારાંગ જિલ્લામાં હતું એવું હવામાન ખાતાના અધિકારીએ જણાવ્યું હતું. આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય અને પૂર્વોત્તર પ્રદેશના વિસ્તારો તેમજ ભૂતાનના કેટલાક ભાગોમાં ૧૦થી ૧૨ સેકન્ડ સુધી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

You might also like