આસામમાં પ્રચંડ પૂરથી સાત જિલ્લાના બે લાખ લોકો પ્રભાવિત

ગુવાહાટીઃ આસામમાં છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે આવેલા પ્રચંડ પૂરથી રાજ્યના સાત જિલ્લાના બે લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. વરસાદના કારણે રાજ્યના જોરહાટ અને દિબ્રુગઢ જિલ્લામાં બ્રહ્મપુત્રા નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. પડોશી રાજ્ય મેઘાલયના ચેરાપુંજીમાં વરસાદનો ૧૦ વર્ષ જુનો રેકોર્ડ તૂટ્યો છે.

આસામમાં પૂરથી પ્રભાવિત ધેમાજી, કોકરાઝાર, લખીમપુર, ચિરાંગ, બંગાઈગાંવ, તીનસુકિયા અને દિબ્રુગઢ જિલ્લામાં તમામ નદીઓ ભયજનક સપાટી પરથી વહી રહી છે. પ્રચંડ પૂરના કારણે સૌથી વધુ નુકસાન કોકરાઝાર અને ચિરાંગ જિલ્લામાં થયું છે. 

કોકરાઝારમાં ૮૭ ગામો પુરના પાણીમાં ડૂબી ગયા છે અને ત્યાંથી લોકોને બચાવીને રાહત કેમ્પમાં ખસેડવામાં આવી રહ્યા છે. સ્થાનિક વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર પ્રચંડ પૂરના કારણે ૧૨,૦૦૦ એકર કરતા વધુ જમીનનો ઉભો પાક ધોવાઈ ગયો છે.

ભારતીય હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ લક્ષ્મણસિંહ રાઠોડે હિમાલયના તરાઈ વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપી હતી. હવામાન વિભાગે ૨૦-૨૧ ઓગસ્ટ સુધી પૂર્વોત્તર રાજ્યોમાં પણ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. ચેરાપુંજીમાં બુધવારે એક જ િદવસમાં ૪૭૧.૭ મિ.મી. વરસાદ થયો છે. છેલ્લા ૧૦ વર્ષમાં એક જ િદવસમાં આ સૌથી વધુ વરસાદનો આંકડો છે.

You might also like