આવતી કાલે ૧૫ ઓગસ્ટે પીએમ મોદી ફરતે અભેદ્ય સુરક્ષા મહાકવચ

નવી દિલ્હીઃ વડા પ્રધાન આવતી કાલે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ઐતિહાસિક લાલ કિલ્લાના બુરજ પરથી બીજી વખત રાષ્ટ્રજોગ ઉદ્બોધન કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ત્રાસવાદી હુમલાનો ખતરો ઝળૂંબી રહ્યો હોઇ સુરક્ષા એજન્સીઓએ તેમના માટે જડબેસલાક સુરક્ષા જાપ્તો ગોઠવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ફરતે સુરક્ષા મહાકવચ ગોઠવવામાં આવશે અને આ મુજબ તેમની સુરક્ષા વ્યવસ્થા હશે.

• જમીનથી આસમાન સુધી બાજ નજર રાખવામાં આવશે.

• દિલ્હીના ખૂણે ખૂણે પોલીસ અને સુરક્ષા દળોના જવાનો તહેનાત હશે.

• વાયુ દળના હેલિકોપ્ટરો કોઈ પણ ઈમર્જન્સી સ્થિતિને પહોંચી વળવા તૈયાર હશે.

• વડા પ્રધાન મોદીનો રસાલો જે રૂટ પર પસાર થશે તેના પર સીસીટીવી કેમેરાની બાજ નજર હશે.

• લાલ કિલ્લા ફરતે અભેદ્ય કિલ્લેબંધી ગોઠવવામાં આવશે.

• દિલ્હી પોલીસની સ્વાેટ ટીમ, એનએસજી કમાન્ડો, એસપીજી અને દિલ્હી પોલીસના કમાન્ડો, ખડે પગે તહેનાત રહેશે.

• સ્વાેટ ટીમ પાસે અત્યાધુનિક એમપી-૫ સબ મશીનગન હશે. આ મશીનગન એક જ મિનિટમાં ૮૦૦ રાઉન્ડ ફાયર કરી શકે છે અને તેની પ્રહાર ક્ષમતા ૨૦૦ મીટર સુધીની છે. આ એક પ્રકારની એસોલ્ટ રાઈફલ છે જેનું વજન ત્રણ કિ.ગ્રામ જેટલું છે.

• સ્પેશિયલ પ્રોટેકશન ગ્રૂપના કમાન્ડો એવા ચશ્મા ધારણ કરશે કે જેના પર બે‌િલસ્ટીક હુમલાની કોઈ અસર થતી નથી.

You might also like