આવક વધવાની સાથે જ સિંગતેલના ભાવે ડબે રૂ. ૧૮૦૦ની સપાટી તોડી

અમદાવાદઃ આજથી તહેવારોની સિઝન શરૂ થતાં જ રાજકોટ, ગોંડલ, જૂનાગઢ સહિત રાજ્યના અગ્રણી માર્કેટયાર્ડમાં પિલાણ માટેની મગફળીની આવક મબલખ આવતાંની સાથે જ ઓઇલ મિલો દ્વારા પિલાણ વધારાતાં બજારમાં આવક વધી છે અને તેને કારણે સિંગતેલના ડબાનો ભાવ ૧૮૦૦ની સપાટી તોડી વધુ નીચે ૧૭૬૦-૧૭૮૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે રાજકોટ અને ગોંડલ બાજુથી સિંગતેલની મબલખ આવકને કારણે ભાવમાં હજુ પણ વધુ ઘટાડો જોવાઇ શકે છે.  જોકે રસપ્રદ બાબત એ છે કે આ વખતે પાછલાં છ સપ્તાહમાં સિંગતેલના ભાવમાં ડબે રૂ. ૧૫૦નો ઘટાડો જોવાઇ ચૂક્યો હોવા છતાં પણ બીજી બાજુ સિઝનમાં જ કપાસિયા તેલનો ભાવ ઉપલા મથાળે યથાવત્ જોવાયો છે. સ્થાનિક બજારના વેપારીઓના જણાવ્યા પ્રમાણે ઘટતા ભાવને લઇને સ્ટોકિસ્ટો દ્વારા નવી સટ્ટાકીય ખરીદી અટકતાં જ ભાવમાં વધુ ઘટાડા તરફી સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યું છે.
You might also like